Aapnu Gujarat
રમતગમત

સિલિકને હરાવી ફેડરર વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપ જીતી

રોજર ફેડરર ઓલ ઇંગ્લેન્ડ ક્લબ ખાતે રમાઇ રહેલી વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપની ફાઇનલમાં સેન્ટ્રલ કોર્ટ ઉપર સિલિક ઉપર ૬-૩, ૬-૧, ૬-૪થી જીત મેળવી હતી. આની સાથે જ તે આઠમી વખત વિમ્બલ્ડન જીતી ગયો હતો. ૩૫ વર્ષીય ફેડરરની આ ૧૬મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી હતી. ફેડરર ૨૦૧૨માં છેલ્લે વિમ્બલ્ડનમાં જીત્યો હતો. સિલિક ૨૦૧૪માં યુએસ ઓપનમાં વિજેતા બન્યો હતો. અગાઉ ચેક ગણરાજ્યના ટોમસ બર્ડિકને હાર આપીને ફેડરર ફાઇનલમાં પહોંચી ગયો છે. સેમીફાઇનલમાં બર્ડિક પર ફેડરરે ૭-૬, ૭-૬ અને ૬-૪થી જીત મેળવી હતી. રોજર ફેડરર ૧૧મી વખત વિમ્બલ્ડન ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચ્યો હતો. તે વિમ્બલ્ડનના ઇતિહાસમાં કેન રોજવાલ બાદ પુરૂષ સિંગલ્સમાં સૌથી મોટી વયમાં ફાઇનલમાં પહોંચનાર ખેલાડી બની ગયો હતો અને આજે સૌથી મોટી વયમાં ટ્રોફી જીતના ખેલાડી પણ બન્યો હતો. રોજવાલે આ સિદ્ધી ૧૯૭૪માં હાંસલ કરી હતી. રોજવાલ ૩૯ વર્ષની વયમાં ફાઇનલમાં પહોંચ્યો હતો. જ્યાં રોજવાલની મહાન ટેનિસ ખેલાડી જીમી કોનર્સની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ વખતે ફેડરરને પ્રબળ દાવેદાર તરીકે પહેલાથી જ ગણવામાં આવી રહ્યો હતો. ફેડરર કુલ ૨૯ ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં પહોંચી ગયો છે. જે પૈકી ૧૯ ગ્રાન્ડ સ્લેમમાં તે વિજેતા બન્યો છે. રસપ્રદ બાબત એ છે કે આ વખત તે વિમ્બલ્ડનમાં કોઇ પણ સેટ ગુમાવ્યા વિના ફાઇનલમાં પહોંચી ગયો હતો. આ મુકાબલો તેના માટે આ વર્ષનો સૌથી મુશ્કેલ મુકાબલો રહ્યો હતો. ચેક ખેલાડીએ ફેડરરને જોરદાર ટક્કર આપી હતી. પહેલા બે સેટ ટાઇબ્રેકરમાં ગયા અને ત્યારબાદ નિર્ણય થયા હતા. જો કે બન્ને ટાઇ બ્રેકરમાં ફેડરર વિજેતા રહ્યો હતો.

Related posts

एशेज के लिए कंगारू टीम का एलान

aapnugujarat

बांगलादेश टेस्ट टीम में शाकिब अल हसन की वापसी

editor

मुझे सुनील नरेन पर गर्व है : दिनेश कार्तिक

editor

Leave a Comment

UA-96247877-1