Aapnu Gujarat
ગુજરાત

રાજ્યના અનેક વિસ્તારમાં ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારી હડતાળ પર

(આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ૧૦૮ના કર્મચારીઓ પોતાની માંગણીઓને લઇ હડતાળ પર ઉતર્યા છે. આરોગ્ય સેવા સાથે જોડાયેલ સુરત જિલ્લાના ૧૦૮ના કર્મચારીઓ પણ ફરીથી હડતાળ પર ઉતર્યા હતા. જિલ્લાભરની ૧૯ એમ્બ્યુલન્સના કર્મચારીઓ હડતાળ પર ઉતરતાં દર્દીઓને હાલાકી પડી હતી. સુરત સાથે સાથે નવસારી, ગાંધીનગર અને મહેસાણામાં પણ અતિ મહત્વની એવી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા.
સુરતમાં ૧૦૮ના કર્મચારીઓની હડતાળ પર છે. ગઇકાલે મોડી રાતથી તમામ ઈમરજન્સી સેવા બંધ કરી દેવાઇ છે. તમામ એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલમાં જમા કરાવી દેવામાં આવી છે અને પડતર માગણીઓ ન સ્વીકારતા ઈમર્જન્સી સેવા બંધ કરાઇ. કર્મચારીઓમાં રોષ છે કે કારણ વગર છૂટા કરી દેવામાં આવે છે. ઈમરન્સી સેવા બંધ કરાતા ગામડાના ગરીબ દર્દીઓ પરેશાન છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે કંપની દ્ગારા માનસિક ત્રાસ આપવામાં આવે છે. ફરજમાં પણ કનડગત કરતા હોવાનું કહે છે.અત્રે મહત્ત્વનું છે કે, રાજ્યમાં સરકાર દ્વારા રોજગારીના દાવા કરવામાં આવે છે, પરંતુ કર્મચારીને નોકરીમાં અસુરક્ષા અનુભવાઈ રહી છે. કર્મચારીઓના કેટલાય પ્રાથમિક પ્રશ્નનો ઉકેલ આવતો નથી તો સામે છેડે કર્મચારીઓને નોટિસ વગર છુટ્ટા કરી દેવામાં આવે છે. જેના વિરોધમાં ૧૦૮ કર્મચારીઓ રાજ્યવ્યાપી હડતાળ પર ઉતર્યા છે.
નવસારીમાં પણ ૧૦૮ના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા.કોન્ટ્રાકટના કર્મચારીઓને છુટ્ટા કરેલા પાછા લેવામાં આવે તેવી માંગ લઇને કર્મચારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. જેના વિરોધમાં ૧૦૮ના કર્મચારીઓ રાજ્યવ્યાપી હડતાળ પર ઉતર્યા છે.કર્મચારીઓ હડતાળ પર ઉતરતા દર્દીઓને ભારે હાલાકી પડી હતી.૧૦૮ની હડતાલ મામલે શંકર ચૌધરીએ નિવેદન આપ્યું કે માનવતાને ધ્યાનમાં રાખી કર્મચારીઓએ કામ કરવું જોઈએ. પ્રશ્ન હોય તો મેનેજમેન્ટ આગળ રજૂ કરવા જોઈએ. છતાં નિરાકરણ ન આવે તો સરકારને રજૂઆત કરવી જોઈએ. ત્યારે આ રીતે હડતાલ યોગ્ય નથી. સમગ્ર દેશમાં ૧૦૮ની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.

Related posts

મહંત પરમ પૂજ્ય મદન મોહન દાસજી બાપુએ વેક્સિન લીધી

editor

In last 11 months CM has made direct dialogues with over 200,000 citizens from Jan Samvad Kendra

editor

કોરોનાની ત્રીજી લહેર માટે ગુજરાત સરકારે પ્લાનિંગ શરૂ કર્યું

editor

Leave a Comment

UA-96247877-1