Aapnu Gujarat
બિઝનેસ

બોગસ કંપની, હવાલા રેકેટ વિરૂદ્ધ ભારતભરમાં દરોડા

બોગસ કંપનીઓ અને હવાલા રેકેટ મારફતે બ્લેકમનીને વ્હાઇટ કરવાની સામે સીબીઆઈ દ્વારા દેશભરમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. એમ માનવામાં આવે છે કે, આ ગાળા દરમિયાન પશ્ચિમ બંગાળ અને રાચીમાં અનેક જગ્યાઓએ દરોડા પાડવામાં આવ્યા છે. અલબત્ત હજુ સુધી આ બાબત સ્પષ્ટ થઇ નથી કે, દરોડાની કાર્યવાહી કોઇ ખાસ કેસના સંબંધમાં હાથ ધરવામાં આવી છે કે કેમ. રાંચીમાં ઇન્કમ ટેક્સ વિભાગના મુખ્ય સચિવ તપસ દત્તાના કોલકાતા સ્થિત આવાસ ઉપર સીબીઆઈએ દરોડા પાડ્યા હતા. આ આવાસ કોલકાતાના સોલ્ટલેક વિસ્તારમાં છે. એમ માનવામાં આવે છે કે, આ ગાળા દરમિયાન સીબીઆઈએ દસ્તાવેજોમાં ઉંડી તપાસ કરી હતી. હજુ સુધી આ સંબંધમાં વિગતવાર માહિતી મળી શકી નથી. અત્રે નોંધનીય છે કે, દેશભરમાં એવી ઘણી બનાવટી કંપનીઓ ચાલી રહી છે જેના મારફતે બ્લેકમનીને વ્હાઇટ કરવાનું કામ ચાલી રહ્યું છે. આરજેડી વડા લાલૂ પ્રસાદ યાદવની પુત્રી મિશા ભારતી અને તેમના જમાઈ શૈલેષકુમારની સામે આ સંબંધમાં કાર્યવાહી કરવામાં આવી હતી. બુધવારના દિવસે શૈલેષની પુછપરછ થઇ હતી. મિશા ભારતી ઉપર પણ સકંજો જમાવવામાં આવ્યોછે.
અત્રે નોંધનીય છે કે, આઠમી જુલાઈના દિવસે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ મની લોન્ડરિંગ કેસના સંબંધમાં ચાલી રહેલી તપાસમાં લાલૂ યાદવના પુત્રી મિશા ભારતીના પતિ શૈલેષકુમારની આકરી પુછપરછ કરવામાં આવી હતી. પુછપરછ માટે મિશાના પતિને લઇ જવામાં આવ્યા હતા. ઇડીના અધિકારીઓ પુછપરછ માટે દક્ષિણ દિલ્હીના સૈનિક ફાર્મ હાઉસ ખાતે શૈલેષકુમારને લઇ ગયા હતા. અગાઉ ઇડી દ્વારા ત્રણ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. મની લોન્ડરિંગ કેસમાં ચાલી રહેલી તપાસ મામલે સંબંધિતો ઉપર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આ ફાર્મ હાઉસ મિશા ભારતી સાથે સંબંધિત છે. બીજા બે સ્થળો ઉપર પણ તપાસ કરાઈ હતી. બે ભાઈ સુરેન્દ્રકુમાર જૈન અને વિરેન્દ્ર જૈન તેમજ અન્યો સામે એજન્સી દ્વારા કરવામાં આવી રહેલી તપાસના ભાગરુપે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

Related posts

૫૩ હજારને પાર પહોંચ્યું સોનુ

editor

ઈન્ડિગો-જેટની ફ્લાઈટમાં મચ્છર, કરી ફરિયાદ તો ક્રૂએ નીચે ઉતાર્યા

aapnugujarat

સેંસેક્સ ૬૪ પોઇન્ટ ઘટી ૩૩૮૪૮ની સપાટી પર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1