Aapnu Gujarat
બિઝનેસ

ઈન્ડિગો-જેટની ફ્લાઈટમાં મચ્છર, કરી ફરિયાદ તો ક્રૂએ નીચે ઉતાર્યા

ઈન્ડિગો ફ્લાઇટમાં મચ્છરોની ફરિયા કરતા ક્રૂએ પ્લેનમાં સવાર એક ડોક્ટરને નીચે ઉતારી દીધા. ઘટના મંગળવાર સવારે લખનઉ એરપોર્ટની છે. આ ફ્લાઇટ બેંગલુરુ માટે ઉડાણ ભરવાની હતી. પેસેન્જરે ક્રૂ પર મારપીટ અને ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે.
બીજી તરફ, ઇન્ડિયોએ પોતાની સફાઈમાં કહ્યું કે ફરિયાદ કરનાર પેસેન્જરનો વ્યવહાર ખરાબ હતો. બીજી તરફ, જેટ ફ્લાઇટમાં પણ મચ્છરોની મુશ્કેલીથી જોડાયેલો એક વીડિયો સામે આવ્યો છે. તેની પર જેટ એરવેઝે ક્રૂ સાથે વાત કરી સમીક્ષા કરવાની વાત કહી.ન્યૂઝ એજન્સી મુજબ, ડોક્ટર સૌરભ રાય મંગળવારે લખનઉથી બેંગલુરુ જવા માટે ઈન્ડિગો ફ્લાઇટમાં સવાર થયા હતા. તેઓએ ક્રૂ પર મારપીટનો આરોપ લગાવ્યો.રાયે કહ્યું કે, ઇન્ડિગો ફ્લાઇટ મચ્છરોથી ભરેલી હતી. જ્યારે તેની વિરુદ્ધ અવાજ ઉછાવ્યો તો મારી સાથે મારપીટ કરવામાં આવી.
ત્યારબાદ તેઓએ મને પ્લેનમાંથી નીચે ઉતારી દીધો. સાથોસાથ સ્ટાફ તરફથી ધમકીઓ પણ આપવામાં આવી.ઇન્ડિગો એરલાઇને આરોપ પર સફાઈ આપતા કહ્યું,સૌરભ રાયે બેંગલુરુ જઈ રહેલી ફ્લાઇટમાં ક્રૂની સાથે અભદ્ર વર્તન કર્યું. ત્યારબાદ તેઓએ ફ્લાઇટથી નીચે ઉતારી દીધા. તેઓએ પ્લેનમાં મચ્છરોની ફરિયાદ કરી હતી. જ્યાં સુધી ક્રૂ તેની પર કોઈ કાર્યવાહી કરે, તે ઉગ્ર થઈને ધમકીભર્યા સ્વરમાં વાત કરવા લાગ્યા.ફ્લાઇટનો ગેટ બંધ થયા બાદ તેઓએ સાથી પેસેન્જર્સને પ્લેનને નુકસાન પહોંચાડવા માટે ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો. આટલું જ નહીં હાઈજેક જેવા શબ્દોની પણ ઉપયોગ કર્યો. બાકી પેસેન્જર્સની સુરક્ષાને ધ્યાનમાં લઈને ક્રૂએ પાયલટ સાથે વાત કરી અને તેઓએ સૌરભને ઉતારવાનો નિર્ણય લીધો.મંગળવારે એક અન્ય પેસેન્જરે જેટ એરવેઝની ફ્લાઇટનો વીડિયો શેર કર્યો. જેમાં પેસેન્જર મચ્છર ભગાડતા જોવા મળી રહ્યા છે.ન્યૂઝ એજન્સી મુજબ, આ વીડિયોને એક પેસેન્જરે રવિવારે લખનઉ એરપોર્ટ પર રેકોર્ડ કર્યો.ઘટનાને ગંભીરતાથી લેતા જેટ એરવેઝે કહ્યું કે, અમે કેબિન ક્રૂ સાથે વાત કરી આ પરેશાનીને લઈને સમીક્ષા કરીશું. પેસેન્જર્સને ઊભી થયેલી સમસ્યા માટે અમને ખેદ છે.

Related posts

એક્ઝિટ પોલ બાદ સેન્સેક્સમાં ૧૪૨૨ પોઈન્ટનો ઉછાળો

aapnugujarat

કુલ ૪ કંપનીઓની મૂડીમાં ૩૬,૭૭૨ કરોડનો ઘટાડો

aapnugujarat

અદાણી એન્ટરપ્રાઈઝિસ સહિતના શેરોમાં ઓચિંતો વધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1