Aapnu Gujarat
બ્લોગ

ડૉ. બાબાસાહેબ આંબેડકર : ચૂંટણીમાં આચરણ એકદમ નિમ્ન : મજુરોના શોષણ બાબત

ચૂંટણીમાં આચરણ એકદમ નિમ્ન
આપણાં રાજ્યની જેમ બીજા રાજ્યોની વિધાનસભાઓમાં પણ અસ્પૃશ્યવર્ગ માટે અનામત બેઠકો હતી. પરંતુ મુંબઈ વિધાનસભાને બાદ કરતાં બીજા રાજ્યોમાં અસ્પૃશ્ય ઉમેદવારોની ચૂંટણીમાં કૉંગ્રેસે અક્ષ્મય હસ્તક્ષેપ કર્યો છે. મુંબઈ રાજ્યમાં આપણે આપણી લડાઈ ખૂબ જ વીરતાપૂર્વક લડી. કુસ્તીના મેદાનમાં એકવાર ઉતરી ગયા પછી જેને જે દાવ યોગ્ય લાગે, તેણે તે યુક્તિ લડાવીને વિજય પ્રાપ્ત કરવો કંઈ ખોટું નથી. જેમ મહાભારતમાં કહ્યું છે કે, ધર્મયુદ્ધમાં નીતિથી પ્રાપ્ત થયેલ વિજયનો આનંદ સર્વશ્રેષ્ઠ હોય છે. દુર્ભાગ્યે ગઈ ચૂંટણીમાં કૉંગ્રેસે ધર્મનીતિનો આધાર લીધો નહોતો. આમ તો અનેક ઉદાહરણ છે, પરંતુ હું અહીં એક જ ઉદાહરણ આપવા ઈચ્છું છું. ‘‘અલાહાબાદમાં તથા કૉંગ્રેસ પ્રમુખના રાજ્યમાં સર્વાધિકારી કહેવાતી વ્યક્તિ તરફથી ચૂંટણીમાં આચરણ એકદમ નિમ્ન કોટીનું હતું. અલાહાબાદ શહેરમાં અછૂત સમાજ માટે એક સીટ અનામત હતી. આ સીટ માટે બે ઉમેદવાર ઊભા હતા. અછૂત સમાજ માટે જેણે તન-મન-ધનથી વર્ષોથી કામ કર્યું હતું. આવા સુયોગ્ય, અનુભવી અને પીઢ નેતા પણ ચૂંટણીમાં ઊભા હતા. તેમના વિરોધમાં કૉંગ્રેસના સર્વેસર્વા પંડિત જવાહરલાલ નહેરૂએ પોતાના નોકર હરીને ઊભો કરી દીધો હતો. અસ્પૃશ્ય નેતાની આજ સુધીની સેવાની તુલનામાં હરીની યોગ્યતા કેટલી હશે ? એ કોઈએ પણ સમજવા જેવું છે.’’
સુરતમાં ડૉ. સોલંકીના સમયે પણ એવું જ બન્યું. કૉંગ્રેસે ડૉ. સોલંકીના વિરોધમાં એક પટ્ટાવાળાને ઊભો કરી દીધો. આ બધી બાબતોનો વિચાર કરતાં પાછલી ચૂંટણીમાં જે સફળતા આપણને મળી, એ અદ્વિતીય કહેવાશે. મગરના તાબામાંથી દિવ્યમણિ લઈ આવવા જેવી આ બાબત છે છતાં કે આપણને આ જે વિજય મેળવ્યો છે એ કંઈ અંતિમ નથી.
(તા.૭ મે ૧૯૩૭ના રોજ મુંબઈના અભિવાદન સમારંભમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા આપવામાં આવેલું ભાષણ, જનતા સામયિક, ૧૨ જૂન ૧૯૩૭)

મજૂરોના શોષણ બાબત
હું કૉમ્યૂનિસ્ટોનો પાક્કો દુશ્મન છું. કૉમ્યૂનિસ્ટોએ પોતાના રાજકીય લક્ષ્યો પાર પાડવા માટે મજૂરોનું શોષણ કર્યું છે.
(બહિષ્કૃત વર્ગોના જીલ્લા સંમેલનમાં અધ્યક્ષીય ભાષણ : મસૂર જીલ્લા સતારા સપ્ટેમ્બર, ૧૯૩૭)
સૌજન્ય :- ગીતા પબ્લિકેશન
ક્રમશઃ

Related posts

વધુ પડતુ આડેધડ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ઝેર સમાન છે : આયુર્વેદ નિષ્ણાંત ડૉ. પરમેશ્વર અરોરા

aapnugujarat

भारत धृतराष्ट्र क्यों बना हुआ है ?

aapnugujarat

सदा मुस्कुराते रहिये

aapnugujarat

Leave a Comment

UA-96247877-1