Aapnu Gujarat
ગુજરાત

ભુજ તાલુકાના ખાવડા, અંધૌ, સાધારા નાની સિંચાઇના ડેમો ઓગન્‍યા, પશુધન, જનજીવન પ્રફુલ્‍લિત

નર્મદાના નીરની મબલખ ઉપલબ્‍ધિ સાથે રાજયના કચ્‍છ જિલ્‍લામાં મેહુલીયા યે મહદ અંશે સારી એવી મહેર કરી છે ત્‍યારે ભુજ તાલુકાના ખાવડા, અંધૌ, સાધારા નાની સિંચાઇના જળાશયો ઓગનતાં પશુધન, જનજીવન, પ્રફુલ્‍લિત બન્‍યું છે તે પ્રવાસ દરમ્‍યાન નજરે નિહાળ્યું હતું. ઝીણા ઝીણા કુણા, લીલેરા ઘાસની બિછાત પાલર પાણીએ ભર્યા ભર્યા ખામણા અને આહલાદક એવી જનજીવન પશુધનને સારી એવી વરસાદી મહેરે લાલીમાયુકત અહીં વાતાવરણ કરી દીધું છે તેને સારા પ્રમાણમાં ખેત, ખલિદાનમાં વાવણી કરી, અંતરિયાળ વિસ્‍તારના ખેડુ, માલધારીઓ બીજા રાઉન્‍ડમાં મેઘરાજ મનમૂકીને વરસે તેવી દુઆ, પ્રાર્થના કરી રહયા છે. છેવાડેના સાધારા થી ૧૫-૨૦ કિ.મી. (રણની) સામે પાર ખડીરમાં મેહુલીયો મનમૂકીને વરસ્‍યો છે અને હવાની સુગંધ રૂખ પારખતા સાધારાના કલરભાઇએ અત્‍યારે પણ ઝાપટાં ખડીર પંથકમાં વરસી રહયાનું કોઠા-સૂઝ, અનુભવે જણાવતાં ઓણની સાલ ભલે મોડેરો પણ મેધરાજ કચ્‍છ પ્રદેશને આકાશી નીરે તરબતર કરી દેશે તેવી શ્રધ્‍ધા વ્‍યકત કરતાં જળ છે તો જીવન છે અને જીવન છે તો બધું જ છે તેવું દિલોજાનથી કહયું હતું.

Related posts

इस वर्ष ३१ लाख टन मूंगफली के उत्पादन का अनुमान

aapnugujarat

Sardar Sarovar dam’s water level increases to 120.78 metres due to rainfall

aapnugujarat

ગુજરાત સરકાર દ્વારા ઢોર રાખવા માટે ફરજિયાત લાયસન્સ માટેના કાયદાનો માલધારી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ….

aapnugujarat

Leave a Comment

UA-96247877-1