Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રેલ મંત્રાલય દ્વારા સ્ટેશન પર બાર કોડેડ ફ્લેગ ગેટ સ્થાપિત કરવા હિલચાલ

ભારતીય રેલવેએ પણ હવે મેટ્રોની દિશામાં જવા માટે કમર કસી લીધી છે જેના ભાગરૂપે સ્ટેશન પર બારકોડ સ્કેનર્સ સાથે ઓટોમેટિક પ્લેગ ગેટ્‌સ સ્થાપિત કરવામાં આવનાર છે. રેલવે સ્ટેશન પર ટિકિટ ચકાસણીની પ્રક્રિયાને વધારે ઝડપી અને સરળ બનાવવાનો હતુ રહેલો છે. સાથે સાથે ટિકિટ એગ્ઝામિનર્સ અને કલેકટર્સ પર દબાણને ઘટાડી દેવાનો પણ હેતુ રહેલો છે. કોલકત્તા અને દિલ્હી મેટ્રો સર્વિસમાં પહેલાથી જ અમલી રહેલા એક્સેસ કન્ટ્રોલ સિસ્ટમને નોન મેટ્રોપોલિટન સ્ટેશન ખાતે પણ અમલી કરવામાં આવનાર છે જ્યાં ટ્રાફિક ઘસારો ખુબ ઓછો છે ત્યાં આને પહેલા અમલી કરવામાં આવનાર છે. રેલવેના સોફ્ટવેર આર્મ ક્રિસને જવાબદારી સોંપી દેવામાં આવી છે તે પાયલોટ પ્રોજેક્ટના આધાર પર દિલ્હી ડિવીઝનમાં બ્રાર સ્કવેર સ્ટેશન ખાતે નવા ફ્લેગ ગેટ સિસ્ટમની શરૂઆત કરનાર છે. જો આ યોજના સફળ રહેશે તો આ સિસ્ટમને ટ્રેન ટિકિટ એગ્ઝામિનર્સ અને ટિકિટ કલેક્ટર્સની અછતને દુર કરવામાં પણ ચાવીરૂપ સાબિત થઇ શકે છે. સિસ્ટમ ડિઝાઇન મુજબ નિયુક્ત સ્ટેશન માટે અનરિઝર્વ ટિકિટ પર ક્યુઆર કોડ રહેશે જ્યાં યાત્રીઓને તેમની ટિકિટ માન્ય છે કે કેમ તેની ચકાસણી કરાવી લીધા બાદ ગેટ મારફતે પ્રવેશ કરવા અથવા તો બહાર જવા માટે અહીથી પસાર થવાની જરૂર પડશે. ઓટોમેટિક ફ્લેગ ગેટ સિસ્ટમ ધસારાના કલાકો દરમિયાન યાત્રીઓના બહાર નિકળવા અને પ્રવેશ કરવાની પ્રક્રિયાને વધાર સાનુકુળ રીત હાથ ધરી શકે છે. ઓટોમેટિક ગેટ સ્થાપિત કરવાની સાથે સાથે પ્રવેશ અને બહાર જવા માટે યાત્રીને ક્યુઆર કોડેડ ટિકિટ આપવા માટે બ્રાર સ્કેવર સ્ટેશન ખાતે કાઉન્ટરો રહેશે. અલબત્ત આ સિસ્ટમ કોલકત્તા અને દિલ્હીમાં મેટ્રોમાં સફળ સાબિત થઇ છે પરંતુ રલવે વ્યવસ્થામાં આ સિસ્ટમના પ્રયોગ કરવામાં આવ્યા નથી. મેટ્રોલ સ્ટેન ઇલવટેડ છે અથવા તો અંડરગ્રાઉન્ડ છે જ્યારે રેલવે સ્ટેશન તો બાઉન્ડ્રી દિવાલ વગર જમીન સપાટી પર છે. ટ્રાયલ માટે બ્રાર સ્ટેશનની પસંદગી કરવા માટે ચોક્કસ કારણ રહેલા છે.

Related posts

લાલકૃષ્ણ અડવાણીએ પાંચ વર્ષમાં માત્ર એકવાર ડિબેટમાં ભાગ લીધો

aapnugujarat

રેલવે કર્મચારીઓની નિવૃત્તિવયમાં કરાયો વધારો

aapnugujarat

દિલ્હી સહિત ઉત્તર ભારત કાતિલ ઠંડીમાં લપેટાયું, કાશ્મીરમાં દટાયેલા જવાનોના મૃતદેહ મળ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1