Aapnu Gujarat
ગુજરાત

તેલના છૂટક ભાવોમાં નજીવો વધારો : જયેશ રાદડિયા

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે રાજ્યમાં ખાદ્યતેલના વધતા જતા ભાવો સંદર્ભે ખેડૂતોને મળતી રકમ અંગે જણાવ્યું કે કોઇપણ ઉત્પાદનને ટેકાના ભાવે ખરીદીનું કાર્ય કેન્દ્ર સરકાર મારફતે થાય છે. ચાલુ વર્ષે મગફળીનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થતા કેન્દ્ર સરકારે નિકાસની પરવાનગી આપી છે. પરિણામે ટેકાના ભાવ કરતા ખુલ્લા બજારમાં ખેડૂતોને વધુ ભાવો મળ્યા છે અને પરિણામે મગફળી વાવેતર કરતા ખેડૂતોને આર્થિક વધુ લાભ થયો છે.
આ અંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાએ જણાવ્યું છે કે, રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં ૭ લાખ મેટ્રિક ટન મગફળી રૂા.૧૧૦૦ના ભાવે ખરીદી ખેડૂતોને રૂા.ચાર હજાર કરોડ ચૂકવવામાં આવ્યા છે.
રાજ્યમાં ખાદ્યતેલના વધતા જતા ભાવોના અંકુશ બાબતે મંત્રીએ જણાવ્યું કે, જાન્યુઆરી ૨૦૧૯ થી ડિસેમ્બર ૨૦૧૯માં કપાસીયા અને સીંગતેલના છૂટક ભાવોમાં ખૂબ નજીવો ભાવ વધારો થયો છે. જ્યારે કોવિડ-૧૯ સમયગાળામાં પરિવહન-મજૂરીની ઓછી ઉપલબ્ધતાના કારણે ભાવો પર અસર થઇ ગઇ છે.
સીંગતેલ અને કપાસીયા તેલના ભાવો અંકુશમાં રાખવા ભારત સરકારના જરૂરી સૂચના બહાર પાડવામાં આવી છે. એટલું જ નહી રાજ્ય સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વર્ષમાં બે વખત બી.પી.એલ અને અંત્યોદય રેશનકાર્ડ ધારકોને યુક્ત વર્તમાન ભાવથી નીચા દરે કાર્ડ દીઠ ૧ લીટર પ્રમાણે વિતરણ કરવામાં આવ્યુ છે. વર્ષ ૨૦૧૯ દરમિયાન અંદાજિત કુલ ૬૬.૫૫ લાખ પાઉચ તેમજ વર્ષ દરમિયાન ૭૫.૩૦ પાઉચનું વિતરણ કરવામાં આવ્યું છે.

Related posts

गुजरात : 2 राज्यसभा सीटों के लिए आज वोटिंग, कांग्रेस ने लगाया BJP पर आरोप

aapnugujarat

अहमदाबाद में रात 9 बजे से सुबह 6 बजे तक लगा कर्फ्यू

editor

वाडज में अज्ञात शख्सों द्वारा युवक की हत्या का प्रयास

aapnugujarat

Leave a Comment

UA-96247877-1