Aapnu Gujarat
ગુજરાત

મહિલા અને બાળ વિકાસ માટે કુલ ૩૫૧૧ કરોડની જોગવાઇ

સશક્ત મહિલા સુપોષિત ગુજરાતના અભિગમ સાથે રાજ્યમાં ૫૩ હજારથી વધુ આંગણવાડીઓ મારફત અંદાજીત ૬૦ લાખ બાળકો, કિશોરીઓ, સગર્ભા બહેનો અને ઘાત્રી માતાઓને પૂરક પોષણ અને આરોગ્ય શિક્ષણનો લાભ આપવામાં આવે છે.
• પૂરક પોષણ યોજનાઓ માટે ૯૩૯ કરોડની જોગવાઇ.
• ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ અંદાજીત ૮ લાખ લાભાર્થી વિધવા બહેનોને સહાય આપવા ૭૦૦ કરોડની જોગવાઇ.
• રાજ્યની ૧૫થી ૧૮ વર્ષની ૧૧ લાખ ૭૬ હજાર કિશોરીઓને લાભ આપવા માટે પૂર્ણા યોજના અંતર્ગત ૨૨૦ કરોડની જોગવાઇ.
• વિકાસશીલ તાલુકાઓ અને આદિજાતિ વિસ્તારના મળી કુલ ૮૩ તાલુકામાં આંગણવાડી લાભાર્થીઓને ફ્લેવર્ડ દૂધ પૂરું પાડવા માટેની દૂધ સંજીવની યોજના અંતર્ગત ૧૩૬ કરોડની જોગવાઇ.
• છ માસથી ત્રણ વર્ષના બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ સ્તરમાં સુધારો લાવવા પ્રાયોગિક ધોરણે ડાંગ, દાહોદ, નર્મદા, દ્વારકા અને ભાવનગર જિલ્લામાં આયુર્વેદિક ઔષધિઓના ઉપયોગનું આયોજન છે. જે માટે ૯ કરોડની જોગવાઇ.
• નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ અનુસાર પૂર્વ પ્રાથમિક શિક્ષણ સુદ્રઢ કરવા અને આંગણવાડીમાં અભ્યાસ અર્થે આવતા ૧૬ લાખથી વધુ બાળકોનો ગુણવત્તાપૂર્ણ સર્વાગી વિકાસ માટે પાપા પગલી યોજનાનું આયોજન કરવામાં આવેલ છે. જે માટે ૫ કરોડની જોગવાઇ.
• સામાજિક ઉત્થાનના પ્રયાસ રૂપે પુનર્લગ્ન કરનાર વિધવા મહિલા ગૌરવ સાથે સન્માનિત જીવન નવેસરથી શરૂ કરી શકે તે માટે લાભાર્થી દીઠ ૫૦ હજારની સહાય કરવામાં આવશે. આ ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન સહાય યોજના મટે ૩ કરોડની જોગવાઇ.

Related posts

કોંગી આજે ઉમેદવારો જાહેર કરશે

aapnugujarat

ભાવનગરમાં જુગાર રમતા મહિલા અને પુરુષો સહીત ૯ ઝડપાયા

editor

रिवरफ्रंट पर मचेगी फाग मैत्री महोत्सव-१८ की धूम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1