Aapnu Gujarat
રમતગમત

ભારત સામેની એકમાત્ર ટ્‌વેન્ટી-૨૦ મેચમાં ગેઈલનો સમાવેશ

વેસ્ટ ઇન્ડિઝના ધરખમ બેટ્‌સમેન ક્રિસ ગેઇલનો ટીમમાં સમાવેશ કરવામા આવ્યા બાદ વિન્ડીઝ ટીમ વધારે શક્તિશાળી બની ગઇ છે. ક્રિસ ગેઇલનો સમાવેશ કરવામાં આવ્યા બાદ ટ્‌વેન્ટી મેચ રોમાંચક બની શકે છે. લેન્ડલ સિમોન્સની જગ્યાએ ક્રિસ ગેઇલનો સમાવેશ કરવામાં આવ્યો છે. સિમોન્સે અફઘાનિસ્તાનમાં શ્રેણીમાં, ૬, ૧૭ અને ૧૫ રન બનાવ્યા હતા. ટેસ્ટ અને વનડે ટીમના કેપ્ટન જેસન હોલ્ડર ટ્‌વેન્ટી ક્રિકેટમાં રમનાર નથી. કાર્લોસ બ્રેથવેઇટ ટ્‌વેન્ટી ટીમના કેપ્ટન તરીકે રહેશે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે એકમાત્ર ટ્‌વેન્ટી-૨૦ મેચ નવમી જુલાઇના દિવસે સબીના પાર્ક ખાતે રમાનાર છે. જમૈકાના આ ઓપનિંગ બેટ્‌સમેનનો વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યા બાદ ભારતીય ટીમની મુશ્કેલી વધી ગઇ છે. દુનિયાના સૌથી ધરખમ બેટ્‌સમેન તરીકે તેની ગણતરી કરવામાં આવે છે. ગેઇલે પોતાની છેલ્લી મેચ એપ્રિલ ૨૦૧૬માં વિન્ડીઝ તરફથી રમી હતી. ક્રિસ ગેઇલ ટ્‌વેન્ટી ક્રિકેટમાં અનેક રેકોર્ડ પોતાના નામ પર ધરાવે છે. આ વર્ષે એપ્રિલમા ંતે ટી-૨૦ ક્રિકેટમાં ૧૦૦૦૦ રન પૂર્ણ કરનાર પ્રથમ બેટ્‌સમેન બની ગયો હતો. ક્રિકેટ વિન્ડીઝના મુખ્ય પસંદગીકાર કોર્ટની બ્રાઉને કહ્યુ છે કે અમે ટ્‌વેન્ટી-૨૦ ક્રિકેટમાં ગેઇલની વાપસીનુ સ્વાગત કરીએ છીએ. તેમનુ કહેવુ છે કે ગેઇલ ટ્‌વેન્ટી ક્રિકેટના સૌથી ધરખમ ખેલાડી તરીકે છે.લિન્ડલ સિમોન્સને છોડી દેવામાં આવે તો જુનમાં કાર્લોસ બ્રેથવેટના નેતૃત્વમાં જે ટીમ હતી તેમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા નથી.

Related posts

મેરી કોમનું શાનદાર પ્રદર્શન, સિલ્વર મેડલ જીત્યો

editor

આફ્રિકાની બોલિંગ દુનિયામાં સૌથી ખતરનાક : રોહિત શર્મા

aapnugujarat

ફ્રેન્ચ ઓપનમાં એન્ડી મરે, વાવરિન્કા ચોથા રાઉન્ડમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1