Aapnu Gujarat
રમતગમત

વિમ્બલ્ડન : રોજર ફેડરર અને નોવાક જોકોવિક બીજા દોરમાં

ઓલ ઇગ્લેન્ડ ક્લબ ખાતે રમાઇ રહેલી વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપમાં સ્ટાર ખેલાડીઓની આગેકુચ જારી રહી છે. પ્રથમ રાઉન્ડની મેચમાં પુરૂષોના વર્ગમાં સ્વીસ સ્ટાર રોજર ફેડરરે તેના હરિફ ખેલાડી યુક્રેનના એલેક્સજાન્ડરને સીધા સેટોમાં ૬-૩ અને ૩-૦થી હાર આપી હતી. એલેક્સ મેચમાં અધવચ્ચે નિકળી ગયો હતો. બીજી બાજુ હાલમાં ખરાબ ફોર્મમાં ચાલી રહેલા બીજા ક્રમાંકિત નોવાક જોકોવિકે સ્લોવાકિયાના માર્ટિન ક્લીઝાન પર જીત મેળવી હતી. ક્લીઝાન પણ અધવચ્ચે મેચ છોડીને નિકળી ગયો હતો. મહિલા વર્ગમાં ચેક ગણરાજ્યની કેરોલિના પ્લીસકોવાએ રશિયાની રોડિના પર ૬-૧, ૬-૪થી જીત મેળવી હતી. જો કે જેલેના જેનકોવિકની પોલેન્ડની રડવાન્સ્કા સામે હાર થઇ હતી. જર્મનીની કાર્બરે ફાલ્કોની પર સીધા સેટામાં ૬-૪, ૬-૪થી જીત મેળવી હતી. વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયન્સશીપમાં સેરેના વિલિયમ્સ આ વખતે મેદાનમાં ઉતરી રહી નથી. સર્બિયાના નોવાક જોકોવિકે વિમ્બલ્ડન પહેલા જ બ્રિટનમાં મોટી સ્પર્ધા જીતીને પોતાના હરીફ ખેલાડીઓને ચેતવણી આપી દીધી છે.મહિલાઓના વર્ગમાં આ વખતે સેરેનાની ગેરહાજરીમાં હેલેપ, પ્લીસકોવા ફેવરિટ તરીકે રહેશે. હાલમાં જ પ્લીસકોવા ફ્રેન્ચ ઓપનમાં ફાઈનલમાં પહોંચી હતી.
સ્ટાર ખેલાડી પ્લીસકોવાનો દેખાવ તાજેતરના સમયમાં સારો રહ્યો છે. આ ઉપરાંત છઠ્ઠી ક્રમાંકિત વોઝનિયાકી પાસેથી પણ સારા દેખાવની અપેક્ષા છે. બીજી બાજુ રાફેલ નડાલ ફ્રેન્ચ ઓપન જીત્યા બાદ ફરી એકવાર પ્રબળ દાવેદાર તરીકે મેદાનમાં ઉતરશે. ફેડરર અને નડાલ વચ્ચે આ વખતે સ્પર્ધા હોવાનું જાણવા મળી રહ્યું છે. બ્રિટીશ સ્ટાર એન્ડી મરે અને રાફેલ નડાલે પોત પોતાની પ્રથમ રાઉન્ડની મેચ ગઇકાલે જીતી લીધી હતી.

Related posts

મનુ ભાકર એક મહિનામાં ૭ ગોલ્ડ જીતી બની દેશની ‘ગોલ્ડન ગર્લ’

aapnugujarat

કુમાર સાંગાકારાએ ફર્સ્ટ ક્લાક ક્રિકેટમાંથી રિટાયરમેન્ટની ઘોષણા કરી

aapnugujarat

मुंबई के क्लब में छापेमारी : सुरेश रैना समेत 34 पर एफआईआर

editor

Leave a Comment

UA-96247877-1