Aapnu Gujarat
રમતગમત

ફ્રેન્ચ ઓપનમાં એન્ડી મરે, વાવરિન્કા ચોથા રાઉન્ડમાં

ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં સ્ટાર ખેલાડીઓની આગેકૂચ જારી રહી છે. બ્રિટનના એન્ડી મરેએ તેના લાંબાગાળાના હરીફ જુવાન માર્ટિન ડેલપોટ્રો ઉપર જીત મેળવી છે. મરેની સાથે સાથે સ્ટેઇન વાવરિન્કાએ પણ આગેકૂચ કરી દીધી છે. એન્ડી મરે અને વાવરિન્કા ચોથા રાઉન્ડમાં પહોચી ગયા છે. બીજી બાજુ ૨૩ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ત્રણ ફ્રેન્ચ મહિલાઓ પણ અંતિમ ૧૬માં પહોંચી ગઈ છે. મરેએ ડેલપોટ્રો ઉપર ૭-૬, ૭-૫, ૬-૦થી જીત મેળવી હતી. છેલ્લી ૧૦ મેચો પૈકી પોટ્રો ઉપર એન્ડી મરેની આ સાતમી જીત હતી. બીજી બાજુ મારીન સિલિકે પણ આગેકૂચ જારી રાખી હતી. મહિલા વર્ગમાં ફ્રાન્સની ગરસીયાએ હરીફ ખેલાડી ઉપર ૬-૪, ૪-૬, ૯-૭થી જીત મેળવી હતી. ફ્રાન્સની જ કોર્નેટે પોતાની હરીફ ખેલાડી ઉપર ૬-૨, ૬-૧થી જીત મેળવી હતી. સિમોના હેલેકે તેની હરીફ ખેલાડી ઉપર ૬-૦, ૭-૫થી જીત મેળવી હતી. ફ્રેન્ચ ઓપન ટેનિસના ઇતિહાસમાં પ્રથમ વખત વર્તમાન ઓસ્ટ્રેલિયન ચેમ્પિયન સેરેના વિલિયમ્સ અને રોજર ફેડરર સ્પર્ધામાંથી ખસી ગયા છે. ડોપીંગના વિવાદમાં રહેવાના પરિણામ સ્વરૂપે શારાપોવાને આ વખતે પણ તક આપવામાં આવી નથી. વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૪માં શારાપોવા ચેમ્પિયન બની હતી. ફેડરર પણ આ વખતે રમી રહ્યો નથી. જેથી નડાલ અને જોકોવિક વચ્ચે સીધી સ્પર્ધા છે. ફ્રેન્ચ ઓપનની આ ૧૧૬મી એડિશન હોવાથી રોમાંચકતા વધારે છે. ઈનામી રકમની વાત કરવામાં આવે તો આંકડો ૩૨૦૧૭૫૦૦ યુરોનો છે. ફ્રેન્ચ ઓપન ટેનિસમાં રમાતી સૌથી પ્રતિષ્ઠિત સ્પર્ધા છે. ૨૨થી વધુ કોર્ટ ઉપર આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ત્રણ મુખ્ય શો કોર્ટ છે. ઈનામી રકમની વાત કરવામાં આવે તો આ વખતે પુરૂષોના વર્ગમાં સિંગલ્સ વિજેતા અને મહિલા સિંગલ્સ વિજેતાને એક સમાન ઈનામી રકમ આપવામાં આવનાર છે.

Related posts

ડિવિલિયર્સ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરશે

editor

Pakistan defeats Afghanistan by 3 wickets in WC 2019

aapnugujarat

वनडे में कप्तानी करेंगे रोहित शर्मा : कोहली को आराम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1