Aapnu Gujarat
ગુજરાત

લીંબડીના જનસાળીએ ચૂંટણીનો બહિષ્કાર કરતા બેનરો લાગ્યા

સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા ભરતસિંહ પરમાર જણાવે છે કે, કહેવામાં આવે તો હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સરકાર શ્રી દ્વારા તથા સ્થાનિક પ્રશાસન દ્વારા પ્રશ્નોનો યોગ્ય નિરાકરણ નહીં આવતા ગ્રામ્ય કક્ષાએ અનેક પ્રશ્નો એ માઝા મૂકી તેમજ પ્રજામાં રોષ ભભૂકી ઊઠયો
લીબંડીના જનસાળી ગામે ભોગાવો નદીના પટમાં ગેરકાયદેસર રીતે ખનન ચાલતું હોવાની આશંકાએ ગ્રામજનો દ્વારા સીએમ ઓફીસ કલેકટર શ્રીને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી.
કોઈપણ જાતની રોકટોક કે સરકારશ્રીના ડર વગર ભૂમાફિયાઓ દ્વારા માટીનું ખનન ખાનગી કંપનીએ વેચવાનું ચાલી રહ્યું છે
ક્યારે સરકાર શ્રી દ્વારા આ કોભાંડો માં કાયદેસર કાર્યવાહી કરી અને જનસાળી ગામના લોકોને ન્યાય ન મળે તો જનસાળી ગામ લોકો દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે જેના લીધે તંત્ર હરકતમાં આવ્યું.હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં સરકાર શ્રી દ્વારા વણ ઉકેલાયેલા પ્રશ્નોનું નિરાકરણ આવે છે કે કેમ તે ચર્ચાએ જોર પકડ્યું

Related posts

રાજ્ય સરકારની આઠ યોજનાનો લાભ મેળવીને એક પરિવાર પ્રગતિના પંથે

editor

ખેડૂતો હવે તેમની સાથે ક્રૂર મજાકનો બદલો લેવા તૈયાર : જ્યોતિરાદિત્ય સિંધિયા

aapnugujarat

दक्षिण जोन के अलावा सभी जोन में रोड पेचवर्क के कार्य हुए

aapnugujarat

Leave a Comment

UA-96247877-1