Aapnu Gujarat
ગુજરાત

શહેરામાં સરકારી અનાજના ગોડાઉનમાં કૌભાંડ

પંચમહાલ વિજયસિંહ સોલંકી જણાવે છે કે પંચમહાલના શહેરા ખાતે આવેલા સરકારી અનાજના ગોડાઉનમાથી મામલતદારની ઓચીંતી તપાસમાં ઘંઉ-ચોખાની બોરીઓની ઘટ આવતા મસમોટુ કૌભાંડ બહાર આવ્યુ છે.આ મામલે શહેરા પોલીસ મથકમાં ગોડાઉન મેનેજર સહિત ત્રણ જણ સામે છેતરપીંડીની ફરિયાદ નોધાઈ છે.અને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે.આ મામલે શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે આ મામલાની તપાસ એસીબીને સોપવી જોઈએ તેવી માંગ કરી છે. મિડીયા સાથેની વાતચીતમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે જણાવ્યુ હતુ કે “શહેરાના સસ્તા અનાજના ગોડાઉનમા મામલતદાર દ્વારા તપાસ કરાવતા ૩,કરોડ,૬૭ લાખ જેટલો અનાજનો જથ્થો ઓછો છે.તેની શહેરા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોધવામાં આવી છે. આ તપાસ એસઓજીને આપી છે.પણ તેનાથી કશુ થઈ શકવાનુ નથી.આ તપાસ એસીબીને આપવી જોઈએ.આ મામલે સંપુર્ણ, તટસ્થ અને ન્યાયીક ,તપાસ થાય તેવી મારી માંગણી છે.હૂ મૂખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથે ચર્ચા કરીને પત્ર લખીને આ તપાસ ACBને જાય તેવી માંગણી કરવાનો છું

Related posts

ઉભરાટ-મરોલી રોડ પર બાઇક ઝાડ સાથે ટકરાતા ત્રણ યુવાનના કરૂણ મોત

aapnugujarat

ભરૂચમાંથી એક કરોડની જૂની નોટો મળી

aapnugujarat

ગુજરાતમાં માવઠાની સ્થિતિ સર્જાઈ : ખેડૂત ભારે ચિંતાતુર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1