Aapnu Gujarat
રાષ્ટ્રીય

મુકેશ અંબાણીને ઝટકોઃ સુપ્રિમે મુક્યો ૩.૪ અબજ ડોલરની ડિલ પર સ્ટે

મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને સુપ્રિમ કોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રિમ કોર્ટે રિલાયન્સ ફ્યૂચર ગ્રૂપની ડીલ પર રોક લગાવી દીધી છે. સુપ્રિમ કોર્ટે નીચલી કોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી છે. જેફ બેઝોસની ઈ કોમર્સ કંપની એમેઝોને આ ડિલને અદાલતમાં પડકારી હતી. સુપ્રીમ કોર્ટફ્યૂચર ગ્રૂપ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ૩.૪ અરબ ડોલરની ડિલને રેગુલેટરી મંજૂરી આપવા પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી મુકેશ અંબાણીને મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. અને એમેઝોન માટે એક જીતના રૂપમાં જોવાઈ રહી છે. એમેઝોનની અરજી પર વિચાર કરતાં સુપ્રિમ કોર્ટે નીચલી અદાલતના આદેશને બદલી નાંખતા રિલાયન્સ ફ્યૂચર ગ્રૂપની ડિલ પર સ્ટે લગાવી દીધો છે.
આ બાબતની સુનવણી દિલ્હી હાઈકોર્ટમાં પણ ચાલી રહી છે. સુપ્રિમ કોર્ટે હવે હાઈકોર્ટને આ મામલે સુનવણી કરવાથી રોક લગાવી દીધી છે. તેમણે કહ્યું કે આ મામલો હવે સુપ્રીમ સુધી પહોંચી ગયો છે એટલે હવે સુપ્રિમ કોર્ટ જ આ મામલે સુનાવણી કરશે.
સુપ્રિમ કોર્ટે એનસીએલટીને આદેશ આપ્યો છે કે કોર્ટના આગળના આદેશ સુધી આ ડીલને મંજૂરી ન આપવામાં આવે. સુપ્રિમ કોર્ટે કહ્યું કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં મામલો ચાલુ રહેશે. પરંતુ ફ્યૂચર રિટેઈલ રિલાયન્સની ડીલને લઈને કોઈ અંતિમ નિર્ણય નહીં આપે. જસ્ટીસ આરએફ નરિમાન, બીઆર ગવઈની બેન્ચે ફ્યુચર રીટેલ, ચેયરપર્સન કિશોર બિયાની અને અન્યને નોટિસ આપીને જવાબ માંગ્યો છે. આ મામલામાં તમામને ત્રણ અઠવાડિયાની અંદર જવાબ આપવા જણાવ્યું છે. તે પચી બે અઠવાડિયાની અંદર રિજ્વાઈન્ડર પણ આપવાનું હશે. આગળની સુનવણી પાંચ અઠવાડિયા પછી થશે.

Related posts

કશ્મીર અને યુપીના ૩૦૦થી વધુ વ્હોટ્‌સએપ ગ્રુપ આતંકીઓના રડાર પર

aapnugujarat

જસ્ટીસ કર્ણનની જામીન અરજી ઉપર સુનાવણી કરવા સુપ્રીમનો સ્પષ્ટ ઇન્કાર

aapnugujarat

UAEએ ભારતીયોને વર્ક વિઝા આપવાનું બંધ કરી દીધું છે : REPORT

aapnugujarat

Leave a Comment

UA-96247877-1