Aapnu Gujarat
ગુજરાત

મહેસાણા આમ આદમી પાર્ટીનાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની સભા યોજાઈ

મહેસાણાથી અમારા સંવાદદાતા વિનોદ મકવાણા જણાવે છે કે,મહેસાણાના વિસનગર જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના આમ આદમી પાર્ટીના ઉમેદવારના પ્રચાર માટે વિસનગર તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું.

   યોજાયેલ ચૂંટણી સભા માં ખાસ ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે લોકોને આમ આદમી પાર્ટીની દિલ્હી શાસનની કામગીરી જણાવીને કહ્યું હતું કે આપણા દેશમાં આમ આદમી પાર્ટી જ સ્વચ્છ અને પારદર્શી વહીવટ આપી શકે છે. દિલ્હીમાં મફત શિક્ષણ , આરોગ્ય અને સરકારી યોજનાઓનો લાભ લોકોને ઘેર બેઠા આપવામાં આવી રહ્યો છે. ખાસ કરીને સરકારી શાળા તથા દવાખાનાને અધતન બનાવી લોકોને સારી સુવિધા આપવામાં આવી રહી છે.

    ખાસ ઉપસ્થીત લોકોને આમ આદમી પાર્ટીના તરફેણમાં મતદાન કરવા તથા જરૂર પડે આર્થિક સહયોગ કરવા જણાવ્યું હતું. કોંગ્રેસ અને ભાજપાને આડે હાથ લઈને તેમના પર અને તેમની કામ કરવાની પદ્ધતિ પર ચાબખા માર્યા હતા. વધી રહેલી મોંઘવારી અને પેટ્રોલ ડીઝલના ભાવને કારણે લોકો ત્રસ્ત થયા હોવાનું જણાવી આમ આદમી પાર્ટીને એક તક આપવાનું જણાવ્યુ હતુ.‌ આમ આદમી પાર્ટીની ચૂંટણી સભામાં જંગી જનમેદની ઉમટી પડી હતી જે જોતા આગામી સમયમાં જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવશે તેમ ભાજપ, કૉંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે.

Related posts

ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં માલધારી સમાજ ફરી મેદાને પડ્યો

aapnugujarat

જજ દેસાઇએ નરોડા ગામની મુલાકાત લઇને નીરીક્ષણ કર્યું

aapnugujarat

આખરે શંકરસિંહ વાઘેલાનું ધારાસભ્યપદેથી રાજીનામું 

aapnugujarat

Leave a Comment

UA-96247877-1