Aapnu Gujarat
રાષ્ટ્રીય

મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, બસ ખાબકી નહેરમાં

મધ્યપ્રદેશના સીધીમાં મોટો અકસ્માત થયો હતો. મુસાફરોથી ભરેલી બસ બાણસાગર કેનાલમાં ખાબકી હતી.સવારે લગભગ ૮વાગ્યાની આસપાસ આ દુર્ઘટના સર્જાયી હતી. આ બસ સીધીથી સતના જઇ રહી હતી. નૈકિનમાં તે પટના પુલ પાસે કેનાલમાં ખાબકી હતી. આ બસમાં લગભગ ૫૦ જેટલાં મુસાફરો સવાર હતા.અકસ્માતનું કારણ હજી બહાર આવ્યું નથી. મુખ્યમંત્રી શિવરાજસિંહ અકસ્માત અંગેની માહિતી મળતાની સાથે જ તેમણે સીધીમાં અધિકારીઓ સાથે વાત કરી છે.ઘટના સ્થળે SDRFની ટીમ રાહત અને બચાવ કામગીરી માટે જોડાઈ ચુકી છે. ક્રેન ઉપરાંત અન્ય મશીનરી પણ મંગાવવામાં આવી છે. ફાયરથી ટીમ પણ ત્યાં હાજર છે. બાણસાગર ડેમમાંથી નહેરનું પાણી બંધ કરાયું છે. કેનાલની જળસપાટી ઘટાડવા માટે તેનું પાણી સિહાવલ કેનાલમાં તરફ વાળવામાં આવી રહ્યું છે.

Related posts

Naxalites IED blasted in Chhattisgarh’s Dantewada, 1 DRG Personnel injured

aapnugujarat

સેનાએ પાક. સીમા પર તહેનાત કર્યા સ્નાઈપર કમાન્ડો

aapnugujarat

શિવસેનાને મહારાષ્ટ્રમાં ૨૩ બેઠકોમાંથી ૧૦ બેઠકો પણ નહીં મળે, રાણેએ કર્યો દાવો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1