Aapnu Gujarat
ગુજરાત

પ્રાંતિજમાં શિક્ષકોને કોરોના રસી અપાઈ

પ્રાંતિજ ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે વેકસીનેશન કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રાંતિજ તાલુકાના પ્રાથમિક શિક્ષકોને આજે કોરોનાની વેકસીન આપવામાં આવી હતી જેમાં પ્રાંતિજ સહિત તાલુકામાંથી ઉપસ્થિત ૫૮ જેટલા પ્રાથમિક શિક્ષકો શિક્ષિકાઓએ આજે કોરોનાની રસી લીધી હતી. આ પ્રસંગે પ્રાંતિજ તાલુકા પ્રાથમિક શિક્ષણાઅધિકારી કે.એન.મકવાણા પણ ઉપસ્થિત રહ્યા હતાં અને શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતાં અને પ્રાંતિજ સહિત તાલુકાના દરેક શિક્ષકોને કોરોનાની રસી લેવા અનુરોધ કર્યો હતો અને આ રસી બિલકુલ સુરક્ષિત છે અને કોઇપણ જાતની બીક વગર રસી લેવી જોઈએ અને ખોટી અફવાઓ પર ધ્યાન આપવું નહી. આ પ્રસંગે મહંત સુનીલદાસજી મહારાજ, જુથમંત્રી પ્રાંતિજ શાળા નંબર-૨, સીઆરસી પ્રાંતિજ શાળા નંબર – ૨, દિલુસિંહ, દશરથભાઇ સહિત પ્રાથમિક શિક્ષક – શિક્ષિકાઓએ ઉપસ્થિત રહીને કોઇ પણ જાતની બીક વગર કોરોનાની રસી લીધી હતી.
(અહેવાલ :- ઉમંગ રાવલ, પ્રાંતિજ)

Related posts

ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા? તો તમે તમારી સંપૂર્ણ રકમ પાછી મેળવી શકો છો, જાણો કેવી રીતે…

aapnugujarat

કેન્દ્ર સરકારની નિષ્ફળતાને પરિણામે મોંઘવારી વધી છે : આરએસપીનો આક્રોશ

aapnugujarat

આસારામના ફોટાને લઇને નવો જ વિવાદ સપાટી ઉપર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1