Aapnu Gujarat
રાષ્ટ્રીય

વિશ્વના ટોચના ૨૫ પ્રિય ફરવાલાયક સ્થળોમાં દિલ્હી-જયપુરનો સમાવેશ

વિશ્વભરમાં કોરોનાનો ઉપદ્રવ શમી રહ્યો છે અને લોકો ફરીથી ફરવાના સ્થળો અંગે વિચારતા થયા છે ત્યારે ભારત માટે સારા સમાચાર એ છે કે વિશ્વભરના સહેલાણીઓમાં ટોચના લોકપ્રિય ૨૫ સ્થાનોમાં ભારતના બે શહેરનો સમાવેશ થાય છે. દેશનું પાટનગર દિલ્હી અને જયપુરનો વિશ્વના ટોચના ૨૫ લોકપ્રિય પ્રવાસ સ્થળમાં સમાવેશ થાય છે. આ ૨૫ સ્થલોમાં દિલ્હી ૧૫મા સ્થાન પર છે અને જયપુર ૨૪મા સ્થાન પર છે.
ટ્રાવેલર્સ ચોઇસ ૨૦૨૧ની જાહેરાતમાં આ સ્થાન પ્રાપ્ત થયા છે. એશિયાની વાત કરીએ તો તેમાં ચાર સ્થાન ભારતે અંકે કર્યા છે. દિલ્હી અને જયપુર ઉપરાંત ગોવા અને ઉદેપુર પણ ઉમેરાયા છે. આ યાદીમાં દિલ્હી સાતમાં સ્થાન પર છે તો જયપુર આઠ, ગોવા ૧૮ અને ઉદેપુર ૧૯મા સ્થાન પર છે. ઉદેપુરનો સમાવેશ ટ્રેડિંગ ડેસ્ટિનેશન લિસ્ટમાં પણ કરવામાં આવ્યો છે.
ઇન્ડોનેશિયાના બાલી શહેરે લંડનને પાછળ રાખીને વિશ્વભરના પર્યટકોની પ્રથમ પસંદ બન્યું છે.આ વર્ષના એવોર્ડમાં નેશનલ પાર્કની નવી કેટેગરી સામેલ કરવામાં આવી હતી. આ યાદીમાં ભારતનું જિમ કોર્બેટ નેશનલ પાર્ક બીજા સ્થાન પર છે જ્યારે બાંધવગઢ નેશનલ પાર્કને ૧૩મું સ્થાન મળ્યું છે. તાંઝાનિયાના સેરેંગેટી નેશનલ પાર્કને પ્રથમ સ્થાન મળ્યું છે. દક્ષિણ આફ્રિકાનું સુપ્રસિદ્ધ ક્રૂગર નેશનલ પાર્ક આ યાદીમાં પાંચમા ક્રમ પર છે.

Related posts

पेट्रोल और सोना हुआ महंगा, बढ़ाई गई एक्साइज ड्यूटी

aapnugujarat

PM Modi to attend G20 summit at Osaka in Japan from June 27 to 29

aapnugujarat

९ नवम्बर को होंगे हिमाचल प्रदेश में विधानसभा के चुनाव

aapnugujarat

Leave a Comment

UA-96247877-1