Aapnu Gujarat
ગુજરાત

સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રસીકરણનો આરંભ

“સમગ્ર વિશ્વમાં અચાનક આવી પડેલી કોવિડ-૧૯ની મહામારીને હરાવવા માટે રસીકરણ એ જ મુખ્ય હથિયાર છે જેથી માત્ર ૧૧ માસના ટૂંકા ગાળામા જ ભારતમાં રસી ઉપલબ્ધ થઈ છે જેનો દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શુભારંભ કરાવવામાં આવ્યો હતો. રસીકરણ અભિયાન અંતર્ગત અમદાવાદ જીલ્લાના અનેક સ્થળો પર એક સાથે શરૂઆત કરવામાં આવી છે જેમાં અમદાવાદ શહેરની મુખ્ય હોસ્પિટલોમાં કોરોના સાથે સીધો જંગ લડનારા ફ્રન્ટ લાઈન વોરિર્યસને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. અમદાવાદ શહેરની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ૧૬ પુરૂષ અને ૧૨ મહિલાઓને કોવિશિલ્ડ વેકસીન અપાઇ હતી. રસીકરણના મહા અભિયાન પ્રસંગે જીએમઈઆરએસ કોલેજ સોલાના ડીન અને ગુજરાત મેડિકલ કાઉન્સીલના પ્રેસીડન્ટ ડૉ. નિતિન વોરા, સોલા સિવિલ હોસ્પિટલના સીડીએમઓ ડૉ. પીનાબેન સોની અને ડોક્ટર્સ, નર્સ તેમજ પેરા મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં.


(મનિષા પ્રધાન, અમદાવાદ માહિતી ખાતા દ્વારા)

Related posts

આજે નર્મદા જિલ્લાના કરજણ ડેમમાંથી ૩૦૦૦ ક્યુસેક પાણી છોડાયું

aapnugujarat

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી સુરત ખાતે થશે

aapnugujarat

ઉત્તરાયણમાં પશુ-પંખીઓને બચાવવા રાજ્યમાં મોટાપાયે અસરકારક પગલા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1