Aapnu Gujarat
ગુજરાત

આજે નર્મદા જિલ્લાના કરજણ ડેમમાંથી ૩૦૦૦ ક્યુસેક પાણી છોડાયું

નર્મદા જિલ્લામાં આવેલા કરજણ ડેમ ખાતે આજે તા.૨૬ મી જુલાઇ, ૨૦૧૭ ના રોજ બંધની રૂલ સપાટી ૧૦૬.૭૩ મીટરથી વધીને આજે સવારે ૯=૦૦ કલાકે ૧૦૮.૭૯ મીટર થવા પામી હતી. આવનારા સમયમાં પાણીની આવકને લક્ષમાં લઇ આજે કરજણ ડેમનો ૭ નંબરનો દરવાજો ૦.૬૦ મીટરથી ખોલવામાં આવ્યો છે અને બપોરે ૧૨=૦૦ કલાકથી ૧=૦૦ કલાક દરમિયાન ૩૦૦૦ ક્યુસેક જેટલું પાણી કરજણ નદીમાં છોડવામાં આવ્યું છે. આજે બપોરે ૧=૦૦ કલાકે કરજણ ડેમની સપાટી ૧૦૮.૮૫ મીટર રહેવા પામી હતી. રાજપીપલા નગરપાલિકાના વિસ્તારના કરજણ નદીના કાંઠા વિસ્તારના તેમજ ભદામ, ભચરવાડા, હજરપરા, ધાનપોર અને ધમણાચા ગામના હેઠવાસના ગ્રામજનોને સાવધ રહેવાની ચેતવણી આપી હોવાના અહેવાલ જિલ્લા પુર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયા છે.

Related posts

કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરામાં ૪૯ ટકામાં ફેરફારો વગર જ પાટીદારોને અનામતનું વચન

aapnugujarat

ખેલ રાજય મંત્રી રાજેન્‍દ્ર ત્રિવેદીએ માંજલપુર સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્ષ ખાતે હોકી, કબડ્ડી તેમજ રાયફલ-પિસ્‍તોલ શુટીંગની ઉનાળુ રમત પ્રશિક્ષણ શિબિરોની મુલાકાત લીધી

aapnugujarat

સરપંચની ટર્મના એક વર્ષ સુધી હવે અવિશ્વાસ દરખાસ્ત નહી : હાઇકોર્ટનો મહત્વનો અને સીમાચિહ્નરૂપ ચુકાદો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1