Aapnu Gujarat
રમતગમત

ગાલે ટેસ્ટ : ટીમ ઈન્ડિયાનાં ૩ વિકેટે ૩૯૯ રન : શિખર અને ચેતેશ્વરની શાનદાર સદી

ગાલેના મેદાન પર શરૂ થયેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે આજે ભારતે આક્રમક બેટિંગ કરીને શ્રીલંકાના બોલરોને મેદાનની ચારેબાજુ ફટકાર્યા હતા. આજે રમત બંધ રહી ત્યારે ભારે ત્રણ વિકેટે ૩૯૯ રન બનાવ્યા હતા.
ચેતેશ્વર પુજારા ૧૪૪ અને રહાણે ૩૯ રન સાથે રમતમાં હતા. ભારત તરફથી શિખર ધવને ૧૬૮ બોલમાં ૩૧ ચોગ્ગા સાથે ૧૯૦ રન ફટકાર્યા હતા જ્યારે ચેતેશ્વર પુજારાએ ૨૪૭ બોલમાં ૧૨ ચોગ્ગા સાથે અણનમ ૧૪૪ રન બનાવ્યા હતા. રહાણે પણ ૩૯ રન બનાવીને અણનમ છે. જો કે, ઓપનિંગ બેટ્‌સમેન મુકુંદ માત્ર ૧૨ રન કરીને આઉટ થયો હતો. કેપ્ટન વિરાટ કોહલી પણ ૩ રન કરીને આઉટ થયો હતો. શિખર ધવન અને પુજારાએ લાંબી ભાગીદારી નોંધાવી હતી. આ બંનેએ ૨૫૩ રનની રેકોર્ડ ભાગીદારી નોંધાવી હતી. શ્રીલંકાના બોલરો પ્રથમ દિવસે નિસહાય દેખાયા હતા. ખાસ કરીને શિખર ધવને શાનદાર બેટિંગ કરીને ચાહકોને રોમાંચિત કર્યા હતા. ભારતે આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ ભારત તરફથી શિખર ધવન અને મુકુંદે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. આ ટેસ્ટ મેચમાં રાહુલ ઇજાગ્રસ્ત હોવાના કારણે રમી રહ્યો નથી. આ ઉપરાંત મુરલી વિજય પણ ઇજાગ્રસ્ત છે.

Related posts

जोकोविक कोरोना पॉजिटिव

editor

હું IPLમાં વધુ ભારતીય કોચ જોવા માંગુ છું : કુંબલે

editor

इंग्लैंड से भारत की हार पर बौखलाया पाकिस्तान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1