Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ટ્રમ્પે પોતાનો રેસલિંગ ઈવેન્ટનો વીડિયો એડિટ કરી ટ્‌વીટ કર્યો, સીએનએનને આપી ધોબીપછાડ!

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્‌વીટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે રેસલિંગ દરમિયાન સીએનએનનો લોગો પહેરેલા એક શખ્સની ધોલાઈ કરતાં નજરે પડી રહ્યાં છે. ટ્રમ્પ અને મીડિયા વચ્ચે ઘર્ષણની વાત નવી નથી પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ જાહેરમાં સીએનએન નેટવર્ક પ્રત્યે પોતાની આકરી પ્રતિક્રિયા જાહેર કરી ચૂક્યા છે.ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ૨૮ સેકન્ડનો વીડિયો પોસ્ટ કર્યો છે.વર્ષો પહેલા રેસલિંગ ઈવેન્ટમાં જોડાયા હતા, આ દરમિયાન તેઓએ એક શખ્સ પર અટેક કર્યો હતો, તેઓએ આ વીડિયો એડિટ કરી એ શખ્સના માથે સીએનએનનો લોગો ચોટાડ્યો હતો.
શનિવારે વોશિંગ્ટનમાં એક રેલી દરમિયાન ટ્રમ્પે સીએનએનને કચરા જેવું જર્નાલિઝમ ગણાવી કહ્યું કે ’’ફેક મીડિયાએ મને વ્હાઈટ હાઉસ જતો રોક્યો હતો, પરંતુ હું પ્રેસિડન્ટ છું, તેઓ નથી’’ટ્રમ્પના વીડિયોની ઈન્ટરનેટ પર આલોચના થઈ રહી છે, જર્નાલિસ્ટનું કહેવું છે કે આ ઘટનાથી મીડિયા એમ્પ્લોઈ સામે લોકોનો ગુસ્સો ભડકી શકે છે અથવા તેમના પર હુમલો થઈ શકે છે.જો કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને વીડિયોનો બચાવ કર્યો છે, ટ્રમ્પના હોમલેન્ડ સિક્યોરિટી એડવાઈઝર થોમસ બોસર્ટે કહ્યું કે આ વીડિયોથી કોઈ ખતરો નથી, ટ્રમ્પ એક સાચા પ્રેસિડન્ટ છે અને તેઓને પોતાને સાચી રીતે રજૂ કર્યા છે.પ્રેસિડન્ટ બન્યા બાદ ફેબ્રૂઆરીમાંટ ટ્રમ્પે ટ્‌વીટ કરી મીડિયાને અમેરિકન લોકોના દુશ્મન કહ્યા હતા, વ્હાઈટ હાઉસમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફ્રન્સમાં ટ્રમ્પ જાહેરમાં મીડિયાને ખરીખોટી સંભળાવી હતી. અન્ય એક ટ્‌વીટમાં ટ્રમ્પે અમેરિકાના જાણીતા મીડિયા ગ્રૂપનું નામ લઈને તેઓને ફેક ન્યૂઝ ગ્રૂપ ગણાવ્યા હતા.

Related posts

ચીને ‘જમીન સરહદ કાયદો’ બનાવતા વિવાદ

editor

इस्लामी विद्वान ने कहा : कश्मीर न कभी पाक. का हिस्सा था न होगा

aapnugujarat

ઈન્ડોનેશિયાના જાવામાં દર ૩૫ દિવસમાં એક સેક્સ ફેસ્ટિવલ મનાવવામાં આવે છે!!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1