Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વીરભદ્રને ફટકો : એફઆઈઆર રદ કરવા માટે દિલ્હી હાઈકોર્ટે અરજી ફગાવાઈ

હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન વીરભદ્રસિંહને દિલ્હી હાઇકોર્ટ તરફથી પણ કોઇ રાહત મળી નથી. વીરભદ્રસિંહે પોતાની ઉપર ચાલી રહેલા મની લોન્ડરિગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરટ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઇઆરને રદ કરવાની માંગ કરીને અરજી દાખલ કરી હતી. જો કે વીરભદ્રસિંહને મોટો ફટકો આપીને હાઇકોર્ટે તેમની અરજીને ફગાવી દીધી છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરભદ્રસિંહ અને તેમના પરિવારના સભ્યો પર આવકના જાણીતા સાધનની સામે અપ્રમાણ સંપત્તિ એકત્રિત કરવાનો કેસ છે. આ આમામલે તેઓ આરોપી છે. વીરભદ્રસિંહ અને અન્ય લોકોની તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર હાઇકોર્ટના જસ્ટીસ આરકે ગૌબાની સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
કોર્ટે સિંહને આ સમગ્ર મામલે કોઇ રાહત આપવાનો ઇન્કાર કરીને કેસ ખતમ કરવાની માંગને ફગાવી દીધી હતી. સમગ્ર હિમાચલપ્રદેશ અને દેશમાં રાજકીય ગરમી જગાવનાર મની લોન્ડરિંગ કેસના કારણે વીરભદ્રસિંહ ભાજપના ટાર્ગેટ પર છે.
હિમાચલ પ્રદેશમાં આ વર્ષે જ વિધાનસભાની ચૂંટણી પણ યોજાનાર છે. મની લોન્ડરિંગના મામલામાં વીરભદ્રસિંહની સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. કેસમાં વીરભદ્રસિંહના પત્ની અને પૂર્વ સાંસદ પ્રતિભા સિંહ પણ આરોપી છે. આ અગાઉ ઇડી દ્વારા સિંહના અનેક સ્થળો પર એક સાથે વ્યાપક દરોડા પાડ્યા હતા.
વીરભદ્રસિંહ પર આક્ષેપ છે કે યુપીએ સરકારમાં ૨૦૦૯થી ૨૦૧૧ સુધી સ્ટીલ પ્રધાન તરીકેના ગાળા દરપમિયાન તેઓએ ૬.૩ કરોડ રૂપિયા આવકના જાણીતા સાધનોની સરખામણીમાં વધારે રૂપિયા ભેગા કર્યા હતા.
આ મહિનામાં સીબીઆઈ દ્વારા સપ્ટેમ્બર મહિનામાં એફઆઇઆર દાખલ કરીને તેમના શિમલા સ્તિત ખાનગી આવાસ સહિત અનેક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.

Related posts

મુખ્યમંત્રી નીતીશ કુમારના કાફલા પર પથ્થરમારોે

aapnugujarat

રાજ્યોને રાહત દરે ૧૫ લાખ ટન ચણા આપવા મંજૂરી

aapnugujarat

विपक्षी दल फैला रहे आरक्षण खत्म करने के ‘प्लान’ का झूठ : आरएसएस ने बीजेपी को किया आगाह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1