Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગરના સત્યમ ફેમિલી શોરૂમ દ્વારા ગેરકાયદે દબાણ કરાયું

સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિંમતનગર નગરપાલિકાની હદમાં આવેલ બગીચા વિસ્તાર ખાતે આવેલ સત્યમ ધ ફેમિલિ સ્ટોર જે સાબરકાંઠા જીલ્લાનો એકમાત્ર કપડાનો શો રૂમ ગણવામાં આવે છે. સત્યમ શોરૂમનું બાંધકામ પાલિકા આપેલ મંજૂરી વિરુદ્ધ કરવામાં આવેલ છે. બાલ મંદિરની સામે આવેલ આ શો રૂમ પાલિકાએ મંજૂર કરેલ પ્લાન વિરુદ્ધ બાંધકામ થયેલ છે શો રૂમને પોતાનું પાર્કિંગ પણ નથી જેથી ગ્રાહકો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તહેવારોમાં આજુબાજુનાં ગામડાના લોકો ખરીદી માટે હિંમતનગર શહેર આવતા હોય છે ત્યારે લોકોને પણ મુશ્કેલી પડતી હોય છે. પ્લાન વિરુદ્ધના બાંધકામ બાબતે જાગૃત નાગરિકો દ્વારા હિંમતનગર નગરપાલિકામાં આ બાબતે વારંવાર લેખિત ફરિયાદો કરેલ છે જયારે પાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરનારને ફક્ત નોટિસ આપી સંતોષ માને છે. હિંમતનગર નગરપાલિકાના સત્તાધીશો આમ તો સામાન્ય માણસ પોતાના દુકાન અથવા રહેણાંક મકાનમાં દબાણ કરે તો તાત્કાલિક નોટિસ આપી દબાણ દૂર કરવાનું કામ કરે છે તથા શહેરમાં લારી ગલ્લાવાળા નાના રોજ કમાઈને રોજ ખાવા વાળા લોકોને લારી ગલ્લાનું દબાણ દૂર કરે છે તો સત્યમ શો રૂમનું ગેરકાયદેસર દબાણ ક્યારે દૂર કરશે જયારે પાલિકા આ બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરે છે ત્યારે સત્યમ શોરૂમના માલિક દ્વારા તાત્કાલિક હિંમતનગર નગરપાલિકાના અધિકારીઓની માંગણી સંતોષે છે જેથી સત્યમ શો રૂમ ગેરકાયદેસર બાંધકામમાં થતી કાર્યવાહી આપોઆપ ઢીલું મુકાઈ જાય છે બીજી બાજુ સત્યમ શોરૂમના માલિકો આર્થિક રીતે સદ્ધર હોય પાલિકા પણ કાર્યવાહી કરતા અચકાય છે. આ ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હિંમતનગર નગર પાલિકાની ચૂંટણી પછી કાર્યવાહી હાથ ધરવા જીલ્લાના રાજકારણીઓનું પાલિકાને દબાણ સામાન્ય નાગરિક ને દબાણ તાત્કાલિક દૂર કરવામાં આવે છે તો સત્યમ શો રૂમનું ગેરકાયદેસર દબાણ ક્યારે દૂર થશે તે જોવાનું રહ્યું.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

ગોધરામાંથી સીએનજી ગેસ સિલિન્ડર ચોર ઝડપાયો

editor

લખતરના વરસાણી ગામના યુવકે ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી

aapnugujarat

સ્કૂલ ફી માફીનો જાહેર કરેલો પરિપત્ર રદ્દ કર્યો, ગુજરાત સરકારને હાઈકોર્ટની લપડાક

editor

Leave a Comment

UA-96247877-1