Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગરની સંજીવની હોસ્પિટલ દ્વારા ગેરકાયદે દબાણ કરાયું

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બસ સ્ટેશન પાસે આવેલ આકાશ ગંગા કોમ્પ્લેક્સમાં સંજીવની હોસ્પિટલ આ અગાઉ પણ ચર્ચામાં આવી હતી અને હવે બીજી વખત હિંમતનગર નગરપાલિકાની મંજૂરી વિના હોસ્પિટલના ધાબા ઉપર ગેરકાયદેસર રીતે લોખંડનો શેડ ઉભો કરી ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવેલ છે. આ અગાઉ પણ સંજીવની હોસ્પિટલ ડોક્ટર એમ.એમ સુરતીને ફાયરની ક્ષતિ જણાતા હિંમતનગર ફાયર વિભાગે પણ નોટિસ પાઠવી હતી ત્યારે બીજી તરફ હોસ્પિટલના ધાબા ઉપર મંજૂરી વિના લોખંડનો શેડ ઉભો કર્યો છે. નગરપાલિકાના સત્તાધીશો તેમજ ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓની નજર સમક્ષ ગેરકાયદેસર થયેલ બાંધકામમાં પાલિકાના સત્તાધીશો દ્વારા આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સંજીવની હોસ્પિટલના ડૉ એમ.એમ સુરતી દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ હોસ્પિટલમાં ધંધાકીય ઉપયોગ માટે ગેરકાયદેસર દબાણ ઉભું કરી દીધું છે. હિંમતનગર ફાયર વિભાગ દ્વારા સરકારના નિયમો વિરુદ્ધ ચાલતી હોસ્પિટલ ડોક્ટર એમ.એમ.સુરતીને ફાયર વિભાગમાં ક્ષતિ જણાતા નોટિસ પણ પાઠવી હતી ત્યારે તેની સહી સુકાઇ નથી ત્યારે બીજી તરફ ગેરકાયદેસર લોખંડનો શેડ ધાબા ઉપર ઉભો કરી દીધો છે. હવે હિંમતનગર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ હોસ્પિટલના ડોક્ટર એમ.એમ સુરતીને ક્યારે નોટિસ પાઠવી ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરશે તે જોવાનું રહ્યું.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાંધેજા ગામના ચગોળા તળાવ ઉંડુ કરવાની કામગીરીની મુલાકાત લીધી

aapnugujarat

एएमटीएस टर्मिनस पर वोटर प्युरिफायर रखे जायेंगे

aapnugujarat

પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જનવેદના આંદોલનની સમીક્ષા બેઠક મળી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1