Aapnu Gujarat
ગુજરાત

મરડેશ્વર મંદિર ખાતે શ્રીરામ મંદિર નિધી સર્મપણ અભિયાન હેઠળ બેઠક યોજાઈ

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના પાલીખંડા ગામે આવેલા પૌરાણિક એવા મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે સામાજીક સદભાવ સમિતિ (શહેરા તાલુકા)ની બેઠક મળી હતી. અયોધ્યામાં આકાર પામનાર શ્રીરામ મંદિરના ભવ્ય નિર્માણને લઇ શ્રીરામ મંદિર નિર્માણ માટે નિધી સર્મપણ અભિયાનને લઇને જરૂરી ચર્ચા-વિચારણા કાર્યકતાઓને કામગીરી સોંપવામા આવી હતી.આ બેઠકમાં ગુરુધામ આશ્રમ, છબનપુરના મહંતશ્રી ૧૦૮ ઈન્દ્રજીત મહારાજ ખાસ હાજર રહ્યાં હતાં. પ્રાપ્ત વિગતો અનુસાર અયોધ્યા ખાતે ભવ્યથી ભવ્ય રામ મંદિર નિર્માણ થવા જઈ રહ્યુ છે. અયોધ્યાનું રામ મંદિર દેશનાં કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર બિંદુ બની રહેવાનું છે. હિન્દુ સમાજનાં ગૌરવ સમાન ઐતિહાસિક શ્રીરામ જન્મભુમિ તીર્થક્ષેત્ર – શ્રીરામ મંદિરના નિર્માણ માટે નિધી સર્મપણ અભિયાન હેઠળ શહેરા તાલુકાના પાલીખંડા ગામે આવેલા મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે સામાજીક સદભાવ સમિતિ (શહેરા તાલુકા)ની સદભાવ બેઠક મળી હતી જેમાં હિન્દુ સમાજના અગ્રણીઓ, યુવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. છબનપુર ગુરૂધામ આશ્રમના મહંત ઇન્દ્રજીત મહારાજે જણાવ્યુ કે શ્રીરામ મંદિરના નિર્માણ માટે દરેક સમાજને સમરસતાનું ધ્યાન રાખીને, ભેદભાવ ભુલીને આહ્વાન કરવામાં આવ્યું છે. મોહન ભાગવતજીનો સંદેશો છેકે જનજન સુધી સંદેશો પહોંચે રામ જન્મભુમિમાં નિધી સ્વરૂપે લોકોની શ્રધ્ધા એકત્રીત થાય.ભલે તેમાં એક રૂપિયો હોય કે લાખ રૂપિયા. રામમય વાતાવરણ બને, સમાજ મજબૂત બને, હિન્દુ ચેતના જાગી ઉઠે તેવો સંદેશો છે. આ બેઠકમાં શ્રીરામ મંદિરના નિર્માણ માટે નિધી સર્મપણ અભિયાન માટે જરૂરી સૂચનાઓ પણ હોદેદારો અને કાર્યકર્તાઓને આપવામાં આવી છે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

Fire breaks out in Hospital at Surat

editor

ગુજરાત બનાવટી નોટ કબજે કરવાના મામલે દેશમાં પ્રથમ

aapnugujarat

હાલોલની યુવતીએ અનોખી રીતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1