Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં શેરબજારના વેપારીએ કર્યો આપઘાત

સુરતના અલથાણમાં શેરબજારના વ્યવસાયીએ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે.વેપારી ઓક્સિજન માસ્ક વડે કાર્બનમોનોક્સાઇડ લઈ કારમાં આપઘાત કર્યો હતો. અને ત્યાર બાદ કારમાં ડોન્ટ ટચ મી, કોલ પોલીસ લખ્યું હતું. આ વેપારી છેલ્લા ત્રણ દિવસથી ગુમ હતો. અને ત્યાર બાદ આપઘાત કરતાં રહસ્ય વધુ ઘેરાયું છે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરુ કરી છે.અલથાણમાં એક વેપારીએ આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી છે ત્યારે આ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીએ ઓક્સિજન માસ્ક વડે કાર્બન મોનોક્સાઈડ લઈ આપઘાત કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.આ યુવાન વેપારીની લાશ અલથાણ વિસ્તારમાં આવેલી સોહમ સર્કલ પાસેથી એક કારમાંથી મળી આવી હતી બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો સાથે જ ફાયર અને ૧૦૮ ની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી વેપારીએ ડોન્ટ ટચ મી કોલ પોલીસના કાગળ પર બેન લખીને આપઘાત કરી લીધો હતો.આ વેપારી સંદીપ બજરંગ દાલમિયા શેરબજારના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને છેલ્લા ત્રણ દિવસથી વેપારી ગુમ હતો જોકે પોલીસને ઘટનાસ્થળેથી સુસાઇડ નોટ મળી આવી છે જેમાં મારી રીતે મરું છું ની એક લાઈન લખવામાં આવી હતી આપઘાત કર્યા બાદ કારને ફાયર સેફટી સાથે ખોલવામાં આવી હતી.કારમાં મૃતદેહ ઉપરાંત બે કાર્બન મોનોક્સાઈડની બોટલ પણ મળી આવી હતી જેથી વેપારીએ કાર્બન મોનોક્સાઈડ લઈને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે જોકે વેપારી જે રીતે ગુમ હતો લાશ મળી આવી છે તેને લઈને આપઘાત પાછળનું રહસ્ય ઘેરાયું છે.જોકે હાલ તો સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઉપરાંત પોલીસે વેપારીના પરિવારજનો નજીકના મિત્રોની પણ પૂછપરછ શરૂ કરી છે

Related posts

“સૌના સાથ સૌના વિકાસ” કાર્યકમ અંતર્ગત જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી કરાઈ

editor

રાષ્ટ્રીય આદિજાતિ આયોગના અધ્યક્ષશ્રી નંદકુમાર સાઇનો નર્મદા જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

aapnugujarat

હિંમતનગરની માં ગાયનેક હોસ્પિટલ વિરુદ્ધ સ્થાનિક લોકોએ કલેકટરને આવેદનપત્ર સોંપ્યુ

editor

Leave a Comment

UA-96247877-1