રાષ્ટ્રીય આદિજાતિ આયોગના અધ્યક્ષશ્રી નંદકુમાર સાઇ તા. ૩ જી જૂન, ૨૦૧૭ ને શનિવારના રોજ બપોરે ૧૨=૦૦ કલાકે નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપલામાં નગરપાલિકાના સરદાર ટાઉન હોલ ખાતે “કન્વેન્શન એન્ડ ફેલીસીટેશન પ્રોગ્રામ ઓન ધી રોલ ઓફ ટ્રાયબલ” ના કાર્યક્રમમાં હાજરી આપશે અને રાત્રિ રોકાણ રાજપીપલા ખાતે કરશે. રાષ્ટ્રીય આદિજાતિ આયોગના સભ્યશ્રી હર્ષદભાઇ વસાવા પણ અધ્યક્ષશ્રીના પ્રવાસમાં સાથે રહેશે.
રાષ્ટ્રીય આદિજાતિ આયોગના અધ્યક્ષશ્રી નંદકુમાર સાઇ તા. ૪ થી જૂન, ૨૦૧૭ ને રવિવારના રોજ સવારે ૧૦=૦૦ કલાકે કેવડીયા કોલોનીમાં સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓશ્રી સાંજે ૪=૦૦ કલાકે ગાંધીનગર સરકીટ હાઉસ જવા રવાના થશે.