Aapnu Gujarat
ગુજરાત

મોજીદડ ગામના સ્વ. ચીમનલાલ હીરાચંદ શાહના સ્મર્ણાર્થે સ્મૃતિ ભવનનું નિર્માણ કરાયું

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં આવેલ મોજીદડ ગામના પનોતા પુત્ર એવા સ્વર્ગસ્થ શ્રી ચીમનલાલ હીરાચંદ શાહના સ્મરણાર્થે સ્મૃતિ ભુવનનું નિર્માણ કરી ગ્રામજનોના સામાજિક તેમજ શૈક્ષણિક કાર્યો માટે લોકાર્પણ પરિવારના મોભી એવા શારદાબેન શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમના પરિવાર દ્વારા સ્વર્ગસ્થ ચીમનલાલ શાહના અધૂરા કાર્યોને પૂરા કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પરિવાર દ્વારા મોજીદડ ગામમાં શાહ હિરાચંદ મનોહરદાસ હાઈસ્કૂલનું નિર્માણ તેમજ મનોરદાસ લવજીભાઈ શાહ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ છબલબેન હીરાચંદ શાહના નામથી પ્રાથમિક શાળા, તેમજ પુસ્તકાલયનું પણ નિર્માણ કરવામાં આવેલું છે. હીરાચંદ મનોહરદાસની પુણ્યતિથિ નિમિત્તે અવારનવાર જરૂરિયાતમંદ લોકોને અનાજની કીટ, વસ્ત્રો, પુસ્તકો તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને આગળ ભણવા માટેની વ્યવસ્થા પણ યોગ્ય માર્ગદર્શન સાથે કરવામાં આવે છે તેમજ નાદુરસ્ત લોકો માટે પૂરતા પ્રમાણમાં દવાઓ તેમજ આરોગ્યવર્ધક પદાર્થો મળી રહે તેવી યોગ્ય વ્યવસ્થા આ પરિવાર દ્વારા કરવામાં આવેલ છે, આવા મોજીદડના પનોતા પુત્ર સ્વ. ચીમનલાલ હીરાચંદ શાહની સ્મૃતિ કાયમને માટે રહે તે માટે લોકહિતના કાર્યો માટે આ પરિવાર અગ્રેસર રહ્યો છે. આ કાર્યક્રમનું સંચાલન પ્રતિશ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રભાત સોલંકી, નવલ સિંધવ, જશુભા સાચું, દોલુભા પરમાર તેમજ સામત પઢિયારે તેમજ સમગ્ર ગ્રામજનોએ જહેમત ઉઠાવી હતી.


(વિડિયો / અહેવાલ :- ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર)

Related posts

જેતલપુર ખાતે અટલજીની શોકસભા યોજાઈ…

aapnugujarat

नाराज पब्लिक ने की अहमदाबाद आरटीओ ऑफिस में तोड़फोड़

aapnugujarat

અમરેલી ભૂકંપના આંચકાથી ફરી ધ્રુજી ઉઠ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1