Aapnu Gujarat
શિક્ષણ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાબરકાંઠા દ્વારા પડતર પ્રશ્નોને લઈ આવેદનપત્ર સોંપાયું

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાબરકાંઠા દ્વારા એચએનજીયુ યુનિવર્સિટી પાટણની અનુલક્ષીને વડાલી કોલેજને વિદ્યાર્થીઓની પડતર માંગણીઓને લઈ આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે, વિદ્યાર્થી પરીક્ષા દરમિયાન કોરોના ગ્રસ્ત અથવા કોરોનટાઇન હોય તેવા વિદ્યાર્થીઓ માટે ખાસ પરીક્ષા લેવામાં આવે. કોરોના કાળમાં અંતરિયાળ વિસ્તારમાં ઈન્ટરનેટની કનેક્ટિવિટીની સમસ્યાના કારણે વિદ્યાર્થીઓને પૂરતું શિક્ષણ મેળવેલ નથી તેવા સંજોગોમાં અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવે. કોલેજની પરીક્ષા ઓનલાઈન પ્રકારે અથવા હેતુલક્ષી પ્રશ્નો સાથે લેવાયેલ પરીક્ષા યુનિવર્સિટી પરીક્ષા પ્રશ્નપત્ર સ્વરૂપ સરળ કરવામાં આવે. વડાલી કોલેજનું સબ સેન્ટર શોભાના ગાંઠિયા સમાન સત્વરે કાર્યરત કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓને તકલીફ ના પડે જેવી માંગણીઓ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાબરકાંઠા જિલ્લા દ્વારા વડાલી આર્ટસ અને કોમર્સ કોલેજની આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કર્યું હતું.


(તસવીર / વિડિયો / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

बोर्ड के छात्रों के लिए टोल फ्री नंबर जारी किया जाएगा

aapnugujarat

ICSE શાળામાં ધો. ૯ અને ૧૧ પરીક્ષા બોર્ડ લેશે

aapnugujarat

મનસુખ માંડવિયાએ નાવિકો માટે ઓનલાઇન એક્ઝિટ એક્ઝામિનેશન સિસ્ટમ લોંચ કરી

editor

Leave a Comment

UA-96247877-1