Aapnu Gujarat
રાષ્ટ્રીય

ગેસના ભાવ નક્કી કરવા સરકારની મંજૂરી લેવી નહીં પડે

નવી માર્ગદર્શિકા મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રિ સહિત કુદરત ગેસના ઉત્પાદકોએ હવે ગેસના ભાવ નક્કી કરવા માટે સરકારની મંજૂરી લેવી નહિ પડે, એમ સત્તાવાર બહાર પાડવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે. તેલ અને કુદરતી ગેસ ખાતાએ ગયા અઠવાડિયે ઈ-બીડિંગ મારફતે સ્થાનિક સ્તરે ઉત્પાદન કરવામાં આવતા કુદરતી ગૅસનો બજારભાવ નક્કી કરવા માટે માગદર્શિકા બહાર પાડી હતી.
રાજ્ય સંચાલિત ઓએનજીસી અને ઑઈલ ઈન્ડિયા લિ.ની માલિકીના નામાંકિત બ્લૉકના જૂના તેલક્ષેત્રો સિવાયના અન્ય તમામ તેલક્ષેત્રોમાંથી ઉત્પાદિત કરવામાં આવેલા કુદરતી ગૅસનો ભાવ નક્કી કરવાની સરકારે વર્ષ ૨૦૧૭થી સ્વતંત્રતા આપી હતી.
નૉન-નોમિનેશન બ્લૉક્સ માટેની રિલાયન્સ ઈન્ડસ્ટ્રિ-બીપી કમ્બાઈન તેમ જ ઓએનજીસી જેવી કંપનીઓ વપરાશકર્તાઓને ગૅસનું લિલામ કરતી હતી. એ લોકો ભાવની ફૉર્મ્યુલા ઘડી શકશે, પરંતુ હવે તેમણે અગાઉથી પસંદ કરાયેલી પાંચ એજન્સી પાસેથી ઈલેક્ટ્રોનિક માધ્યમ મારફતે બીડ મગાવવાની રહેશે, એમ બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું હતું.

Related posts

ठाकरे को खत लिखने पर पवार का राज्यपाल पर निशाना

editor

बुरी आर्थिक हालत नहीं छिप सकती : राहुल गांधी

aapnugujarat

કેજરીવાલ સરકારે લીધો મોટો નિર્ણય

editor

Leave a Comment

UA-96247877-1