Aapnu Gujarat
ગુજરાત

ડૉ.બાબા સાહેબ આંબેડકરને મહાત્મા ગાંધી સાહિત્ય મંચ દ્વારા ગુજરાતી કવિ સંમેલન યોજી શ્રદ્ધાંજલિ અપાઈ

મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકર નિર્વાણ દિન નિમિત્તે તારીખ ૬ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ સવારે ૯ વાગ્યે ગુજરાતી કવિ સંમેલન આયોજિત કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ડૉ. ધીરુભા ઇ. ડોડિયા કોર્પોરેટર મહાનગર ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું હતું. અતિથિ વિશેષ તરીકે શૈલેષ વાણિયા અધ્યક્ષ ખંભોળજ સાહિત્ય સંસ્થા આણંદ ઉપસ્થિત રહ્યાં હતાં.આ બંન્‌ અતિથિઓનું શબ્દોરૂપી પુષ્પો અર્પિત કરી સ્વાગત સંસ્થાના અધ્યક્ષ ડૉ. ગુલાબચંદ પટેલ કવિ લેખક અને અનુવાદક હિન્દી ગુજરાતી ભૂતપૂર્વ ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી ઓફિસ, ઈન્ડિયન લાયન્સ સ્વર્ણિમ કલબ ઉપ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરસ્વતી વંદના ડૉ. મીના પરિહાર પટણા બિહાર દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કુલ ૩૬ ગુજરાતી કવિઓ જોડાયા હતા અને પોતાની ડૉ. બાબા સાહેબ આંબેડકર વિશે કવિતાઓ પ્રસ્તુત કરી ડૉ. બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ડૉ ધીરુભાઈ ડોડીયા કોર્પોરેટર મહાનગર દ્વારા, શ્રી શૈલેષ વાણિયા અધ્યક્ષ ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા, પ્રમુખ શ્રી ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા તથા એડવોકેટ શ્રી કાંતિભાઈ પટેલ અને તેમના પત્ની વિમલા કે. પટેલ દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકર વિશે કવિતા પ્રસ્તુત કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન અધ્યક્ષ ડૉ. ગુલાબચંદ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આભાર વિધિ કાંતિભાઈ પટેલ એડવોકેટ અને સંસ્થાના કોષાધ્યક્ષ તથા ઈન્ડિયન લાયન્સ સ્વર્ણિમ કલબ ગાંધીનગરના સદસ્ય દ્વારા કરવામાં આવી હતી. અંતમાં રાષ્ટ્રગીત ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.

(અહેવાલ :- મહેશ આસોડીયા, વિજાપુર)

Related posts

ભરૂચમાં ભાજપના યુવા નેતા મિત્રની પત્નીને ભગાડી જતા ચકચાર

editor

છરીની અણીએ વાહન ચાલકને લૂંટી લેવાયો

aapnugujarat

ભેળસેળના કેસમાં આરોપી વ્યાપારી કોર્ટ રૂમથી પલાયન : પોલીસ તંત્રમાં હડકંપ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1