Aapnu Gujarat
ગુજરાત

વિજાપુરડા ખાતે સમગ્ર પરગણા વણકર સમાજ મહેસાણા દ્વારા સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો

મહેસાણા જિલ્લાના વિજાપુરડા રાજલ સિકોતર ધામ મંદિર ખાતે તંત્રી – પત્રકાર મિડિયા ગ્રુપ મહેસાણાના તંત્રી -પત્રકાર, કવિઓ, સાહિત્યકારો દ્વારા મંદિરના પરમપૂજ્ય પ્રવિણભાઈ જયમાડી તેમજ કેશરડી જોધલપીર વંશજ લાલદાસ બાપુના સન્માનનો કાર્યક્રમ તા. ૨૯/૧૧/૨૦૨૦ને રવિવારના રોજ બપોરે ૩ કલાકે યોજાઈ ગયો.જયમાડીએ સવારે પગપાળા યાત્રાનું આયોજન કરેલ હતું. સર્વ પ્રથમ તંત્રી – પત્રકાર મિડિયા ગ્રુપ મહેસાણાના મહાનુભાવોએ કૈયલ જયમાડી રમણમાડી ધામ તેમજ જિલોસણના સધી માતાજી મંદિરની અને મોઢેરા સૂર્યમંદિરની પણ મુલાકાત લીધી હતી.

આ કાર્યક્રમમાં પરમ પૂજ્યશ્રી પ્રવિણભાઈ જયમાડી કેસરડી જોધલપીર વંશજ શ્રી લાલદાસ બાપુ, સુરેન્દ્રનગર જીલ્લાનાં વણકરોની અસ્મિતા પુસ્તકના પ્રણેતા શ્રી મહેન્દ્રભાઈ સી. મકવાણા સમાજ વિચારના તંત્રી શ્રી મહેશભાઈ રાઠોડ, સમગ્ર પરગણા વણકર સમાજ મહેસાણાના પ્રમુખ શ્રી ભીખાભાઈ એ. મકવાણા, નિવૃત્ત કાર્યપાલક ઈજનેર શ્રી નરેન્દ્રભાઇ એલ. વાણિયણ, પત્રકાર શ્રી જિજ્ઞેશ બી. કાપડીયા, સમાજ વિચારના રિપોર્ટર મયુરભાઈ પંડ્યા, વિણાબેન દિપકર, સાહિત્યકાર કવિ શ્રી મુળજીભાઈ બી. સોલંકી તેમજ સુરેન્દ્રનગરના અન્ય મહાનુભાવો, રાજલમાડી પરિવારના સેવકોએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં તંત્રી – પત્રકાર મિડિયા ગ્રુપ તેમજ સમગ્ર પરગણા વણકર સમાજ મહેસાણા દ્વારા તંત્રી – પત્રકાર, કવિઓ, સાહિત્યકારો ભેગા મળીને પરમપૂજ્ય પ્રવિણભાઈ જયમાડીનું પાટણ ખાતે પોતાના જીવનું બલિદાન આપનાર વિરમાયા દેવનો ફોટો, ડૉ. બાબાસાહેબ આંબેડકરનું કેલેન્ડર તેમજ પ્રમાણપત્રથી તેમજ પરમપૂજ્ય કેશરડી જોધલપીર વંશજ શ્રી લાલદાસ બાપુનું વિરમાયાદેવની ટ્રોફી, ડૉ. બાબાસાહેબ આંબેડકરનું કેલેન્ડર તેમજ પ્રમાણપત્રથી તંત્રી – પત્રકાર મિડિયા ગ્રુપ મહેસાણા તેમજ સમગ્ર પરગણા વણકર સમાજ મહેસાણાના પ્રમુખ શ્રી ભીખાભાઈ એ. મકવાણા તેમજ તંત્રી – પત્રકારો, કવિઓ, સાહિત્યકારો થકી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સાથે સાથે દેલા ગામના વતની શ્રી કિશોરભાઈ પી. સોલંકી દ્વારા પ્રકાશિત પુસ્તક ડૉ. બાબાસાહેબ આંબેડકર વીરમાયા ધાર્મિક તથા સામાજિક સ્મરણિકાના ૧૦ પુસ્તિકો પધારેલા મહાનુભાવોને પ્રવિણમાડી તેમજ લાલદાસ બાપુના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતાં તેમજ તંત્રી – પત્રકારો કવિઓ સાહિત્યકારોનું પણ સન્માન પ્રવિણ માડીના હસ્તે કરવામાં આવ્યું હતું. અંતે આભાર વિધિ તંત્રી – પત્રકાર મિડિયા ગ્રુપ મહેસાણાના શ્રી ભીખાભાઈ એ. મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું. પરમપૂજ્ય પ્રવિણમાડીએ સમૂહ ભોજનની સુંદર વ્યવસ્થા કરી હતી.
(તસવીર / અહેવાલ : -મહેશ આસોડીયા,વિજાપુર)

Related posts

બેટી બચાવો, બેટી પઢાવોની વાતો વચ્ચે ભૃણ હત્યા વધારે છતાં સ્ત્રી નસબંધી દસગણી વધારે

aapnugujarat

વર્લ્ડ રેકોર્ડ પબ્લિશિંગ કંપનીના પ્રમુખે મુખ્યમંત્રીને સન્માનિત કર્યા

editor

ભાવનગરના કોળી સમાજના શહેર પ્રમુખની જન્મદિનની અનોખી ઉજવણી

editor

Leave a Comment

UA-96247877-1