Aapnu Gujarat
ગુજરાત

બેટી બચાવો, બેટી પઢાવોની વાતો વચ્ચે ભૃણ હત્યા વધારે છતાં સ્ત્રી નસબંધી દસગણી વધારે

ગુજરાતમાં રાજ્ય સરકાર ધ્વારા કુટુંબ કલ્યાણ અને વસ્તી નિયંત્રણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં વસ્તી વધારો નાથવામાં ખાસ કોઈ સફળતા મળી નથી.અત્યારે ગુજરાતમાં વસ્તી વિસ્ફોટ વધીને લગભગ ૬.૨૦ કરોડ જેટલો થઇ ગયો હોવા છતાં રાજ્યમાં પુરુષ નસબંધીનું પ્રમાણ સમગ્ર વર્ષમાં માત્ર ૧૦૬૪નું જ છે.અડધો ડઝન જેટલા નાના રાજ્યો કરતા પણ ત્રણ ગણા પાછળ રહેલા ગુજરાત રાજ્યમાં જો કે, સ્ત્રી નસબંધીનું વાર્ષિક પ્રમાણ ૯૯૨૪૮ છે.એટલે કે, દીકરો જ ઝંખતા ગુજરાતના કુટુંબોમાં નસબંધી માટે પુરુષ જ પાછા પડી રહ્યા છે અને બેટી બચાવો, બેટી પઢાવોની રાજ્ય સરકારની વાતો વચ્ચે સ્ત્રી નસબંધી દસગણી વધારે થતી હોવા છતાં સ્ત્રી ભ્રુણ હત્યાનું પ્રમાણ વધી રહ્યું છે.ગુજરાત રાજ્યની સાડા છ કરોડની દુહાઈ દેવા સાથે રાજ્ય સરકાર અને વિરોધ પક્ષ જોરશોરથી બેટી બચાવો,બેટી પઢાવોની માત્ર વાતો કરે છે.પરંતુ ખરેખર એકસમાન સેક્સ રેટની સાથે વસ્તી નિયંત્રણ માટે શાસક કે વિરોધ પક્ષ ધ્વારા કયારેય કોઈ નક્કર પ્રયાસો કરવામાં આવતા નથી.રાજ્ય સરકાર કુટુંબ કલ્યાણ અને વસ્તી નિયંત્રણ પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે.તેમાં આરોગ્ય વિભાગ મારફતે પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો ઉપરાંત વિવિધ દવાખાના અને સ્ટાફને ટાર્ગેટ આપવામાં આવતા સ્ત્રી નસબંધી ઘણી મોટી સંખ્યામાં કરવામાં આવે છે.જેમાં કેન્દ્ર સરકારના તાજેતરના એક અહેવાલ પ્રમાણે ૨૦૧૬-૧૭ના વર્ષમાં ગુજરાત રાજ્યમાં કુલ ૯૯,૨૪૮ સ્ત્રી નસબંધી ઓપરેશન લેપ્રોસ્કોપીથી કરવામાં આવ્યા હતા.જયારે પુરુષ નસબંધી માત્ર ૧૦૬૪ જ કરવામાં આવી હતી.આમ ગુજરાતમાં રોજની ૨૭૨ સ્ત્રી નસબંધી સામે સરેરાશ પુરુષ નસબંધી માત્ર ૩ થાય છે.
રાજ્યના આરોગ્ય વિભાગ ધ્વારા નિયત સમયાંતરે વિવિધ સિવિલ સર્જન કે કલેકટર અને ડીડીઓ જેવા અન્ય પદાધિકારીઓને ક્રેડીટ આપતા નસબંધીના કેમ્પ યોજવામાં આવે છે.પરંતુ જવાબદાર આરોગ્ય સ્ટાફ કે શિક્ષકો-સરપંચો વગેરે સ્ત્રી નસબંધીના કેસો જ કરી શકે છે.જયારે મોટાભાગે કોઈ પુરુષો તૈયાર થતા જ નથી.સરકાર ધ્વારા આ બંને નસબંધીમાં પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે.આમછતાં પુરુષો ઉમર થઇ હોય કે બે-ચાર બાળકો હોવા છતાં નસબંધી કરાવવા તૈયાર થતા નથી.ગુજરાતમાં ૧૦૬૪ પુરુષ નસબંધીની સામે તેલંગણામાં ૧૩૨૯, છત્તીસગઢમાં ૨૨૮૯, આસામમાં ૨૪૪૧, મધ્યપ્રદેશમાં ૩૦૭૨ અને મહારાષ્ટ્રમાં ૪૯૨૯ પુરુષ નસબંધી કરવામાં આવી છે.જયારે સ્ત્રી નસબંધીમાં ગુજરાત કરતા આંધ્ર પ્રદેશ ૧.૦૭ લાખ, બિહાર ૧.૧૫ લાખ, તમિલનાડુ ૧.૨૦ લાખ અને કર્ણાટક ૧.૬૫ લાખ સ્ત્રી નસબંધી સાથે આગળ છે.ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ કુટુંબ નિયોજન અને વસ્તી નિયંત્રણના અમલ તેમજ પ્રચાર-પ્રસાર પાછળ કરોડો રૂપિયા ખર્ચતી હોવા છતાં પરિણામ મળતું નથી.ત્યારે ખાસ કરીને પુરુષો નસબંધી માટે તૈયાર થાય તે માટે પ્રોત્સાહન રકમ સિવાય અન્ય આકર્ષણો આપી ભાજપ સરકારે નસબંધીમાં પુરુષોનો પણ વિકાસ કરવો જોઈએ.

Related posts

टायरो की चोरी करने वाली गेंग के दो शख्स गिरफ्तार

aapnugujarat

દારૂ-હુક્કાની મહેફિલ : વિસ્મય જામીન અરજી પર ૭ જાન્યુઆરીએ સુનાવણી

aapnugujarat

થરામાં ઠાકોર બોર્ડિંગના વિદ્યાર્થીઓને સ્વ. હેડ કોન્સ્ટેબલ નાગજીજીના પરિવારે ભોજન કરાવ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1