Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

જુલાઈમાં લોન્ચ થશે નાસાનું પહેલું સૂર્ય મિશન

માનવ ઈતિહાસમાં સૂર્ય તરફ પહેલું મિશન શરૂ થઈ ચૂક્યું છે. નાસાના પાર્કર સોલર પ્રોબ મિશનની તૈયારીઓ તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. આ મિશનનું લોન્ચિંગ ૩૧ જુલાઈએ શરૂ થશે.
અમેરિકા એરફોર્સના સ્પેસક્રાફ્ટે ફ્લોરિડા માટે ઉડાન ભરી છે. જ્યાં તેનું ટેસ્ટિંગ કરાશે. લોન્ચિંગ બાદ જ આ સૌર વાતાવરણની કક્ષામાં પહોંચી જશે. જેને કોરોના કહે છે. આ યાન એવા વિસ્તારમાં જશે જ્યાં માણસે અગાઉ ક્યારેય જોયો નહીં હોય.આ મિશન તે સવાલોના જવાબ શોધવાનો પ્રસાય કરશે. જે ૬ દશકોથી વધારે સમયથી વણઉકેલ્યા છે. જાણીતા અમેરિકી ખગોળશાસ્ત્રી યૂજીન પાર્કરના નામે આ યાનનું નામ રખાયું છે. ૯૦ વર્ષના પાર્કરે ૧૯૫૮માં પહેલી વખત જણાવ્યું હતું કે અંતરિક્ષમાં સૌર તોફાન પણ છે. જણાવાઈ રહ્યું છે કે યાન પહેલા શુક્રના ચક્કર લગાવશે બાદમાં સૂર્ય તરફ આગળ વધશે. તે દરમિયાન મંગળની કક્ષામાં પણ પ્રવેશ કરશે. નાસાએ આ મિશનમાં શામિલ થવા માટે સામાન્ય લોકોને આમંત્રિત કર્યા છે. મિશન પર ભાગ લેવા ઈચ્છુક લોકોને નાસાની વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરવું પડશે. રજિસ્ટ્રેસન બાદ સર્ટિફિકેટ મળશે. તેને લકી ડ્રોના આધારે જે-તે વ્યક્તિની પસંદગી કરવામાં આવશે.

Related posts

ઈન્ડોનેશિયા સુનામી : મોતનો આંકડો વધીને ૩૯૫ થયો

aapnugujarat

પાકિસ્તાનને સાઉદી ૮ અબજ ડોલરનું પેકેજ આપવા સંમત

aapnugujarat

ઈરાન પરમાણુ કરારથી અલગ થયું અમેરિકા, ફ્રાન્સ-જર્મની અને બ્રિટને વ્યક્ત કરી નિરાશા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1