Aapnu Gujarat
રાષ્ટ્રીય

ન્યૂનતમ સમર્થન મૂલ્યની વ્યવસ્થા પૂર્ણ થઇ તો ખટ્ટર રાજકારણ છોડી દેશે

કૃષિ વિધેયકો વિરૂદ્ધ ખેડૂતોના પ્રદર્શનને લઇ હરિયાણા અને પંજાબની રાજ્ય સરકાર આમને સામને આવી ગઇ છે. બંધારણ દિવસના દિવસે કેપ્ટન અમરિંદરે ભાજપ સરકાર પર ખેડૂતો વિરૂદ્ધ હથિયાર ઉઠાવવાનો આરોપ લગાવ્યો હતો. બીજી તરફ હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે પણ આ આરોપોનો જવાબ આપતા કહ્યુ કે તે ત્રણ દિવસથી પંજાબની સરકાર સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હરિયાણાના મુખ્યમંત્રી ખટ્ટરે કહ્યુ કે જો ન્યૂનતમ સમર્થન મૂલ્યની વ્યવસ્થા પૂર્ણ થઇ તો તે ખુદ રાજકારણ છોડી દેશે.
કેપ્ટન અમરિંદરે ભાજપને ટિ્‌વટર પર અપીલ કરતા કહ્યુ કે, ” તે પોતાની રાજ્ય સરકારને ખેડૂતો વિરૂદ્ધ હથિયારોના ઉપયોગની નીતિ છોડવાનું કહે, જે ખેડૂત દેશને અન્ન આપે છે, તેમની વાત સાંભળવાની જરૂર છે. આ દુખદ છે બંધારણ દિવસના દિવસે જ ખેડૂતોના બંધારણના અધિકારોને આ રીતે કચડવામાં આવી રહ્યા છે. હું હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને અપીલ કરૂ છું કે તે ખેડૂતોને શાંતિપૂર્ણ રીતે રાજ્ય પાર કરવા દે અને તેમણે પરવાનગી આપે કે તે શાંતિપૂર્ણ રીતે પોતાની વાત દિલ્હી સુધી લઇ જઇ શકે.

Related posts

રાહુલના વિમાનમાં ખરાબી બાદ તપાસની કોંગીની માંગ

aapnugujarat

हेमंत सोरेन को मिली जान से मारने की धमकी

editor

हरियाणा में बीजेपी ने संकल्प पत्र जारी किया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1