Aapnu Gujarat
રાષ્ટ્રીય

રાહુલના વિમાનમાં ખરાબી બાદ તપાસની કોંગીની માંગ

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના વિમાનમાં ખરાબી થવાના મામલે કોંગ્રેસે આને કાવતરા તરીકે ગણાવીને તેમાં ઉંડી તપાસ કરાવવાની માંગ કરી છે. એટલુ જ નહીં કોંગ્રેસે આની સામે કર્ણાટક પોલીસમાં પણ વિધીવત રીતે ફરિયાદ દાખલ કરાવી દીધી છે. કોંગ્રેસે વિમાનમાં ખરાબીની પાછળ આંતરરાષ્ટ્રીય ટેમ્પરિંગની પણ શંકા વ્યક્ત કરી છે. દરમિયાન કોંગ્રેસના સુત્રોના કહેવા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વિમાનમાં ખામી થવાના મામલે રાહુલ ગાંધી સાથે વાત કરીને પુરતી માહિતી મેળવી છે. નવી દિલ્હીથી કર્ણાટકમાં હુબલી જઇ રહેલા રાહુલ ગાંધીના ૧૦ સીટના ધસોલ્ટ ફોકન ૨૦૦૦ વિમાનમાં ઉતરાણ વેળા રનવેથી ઉતરી ગયુ હતુ. વિમાનમાં મુસાફરી કરી રહેલા રાહુલ ગાંધીના નજીકના સાથી કૌશલ વિદ્યાર્થીએ આક્ષેપ કરતા કહ્યુ છે કે વિમાન એકાએક ડાબી બાજુ ઝુંકી ગયુ હતુ. સાથે સાથે તેમા આંચકા પણ આવવા લાગી ગયા હતા. એટલુ જ નહીં ફ્લાઇટ વેળા પણ આંચકા આવી રહ્યા હતા. આ બાબત સામાન્ય ન હતી. કર્ણાટકના આઇજી અને ડીજી નીલમણિ રાજુને કરવામાં આવેલી ફરિયાદમાં કૌશલે કહ્યુ છે કે હવામાનની સ્થિતી તો સામાન્ય અને કોઇ ખરાબી ન હતી. આવી સ્થિતીમાં વિમાન આ પ્રકારે આંચકા ખાય તે યોગ્ય બાબત ન હતી.
યાત્રા દરમિયાન અસ્પષ્ટ ખામી દેખાઇ રહી હતી. યા૬ા દરમિયાન આશરે ૧૦.૪૫ વાગે વિમાન અસામાન્ય રીતે ડાબી બાજુ ઝુંકી ગયુ હતુ. આ મામલે કેટલાક કોંગ્રેસી નેતાએ પાયલોટ પર પણ આક્ષેપ કર્યો છે. કર્ણાટકમાં કોંગ્રેસના મહાસચિવ શાકિર સનાદીએ આ ઘટનામાં પાયલોટની સામે એફઆઇઆર દાખલ કરાવી હતી. સમગ્ર મામલો સપાટી પર આવી ગયા બાદ વિમાન અને ક્રુ મેમ્બરોને ડ્યુટી પરથી દુર કરી દેવામાં આવ્યા હતા.

Related posts

સસ્તી સોદાબાજી થઇ છે તો ૩૬ રાફેલ જ કેમ : એન્ટોની

aapnugujarat

ખેડુતોને કલ્યાણ યોજનાઓના લાભને પહોંચાડવા તખ્તો તૈયાર

aapnugujarat

છટ્ઠા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર હાલ ચરમસીમા પર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1