Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોરોના વેક્સીનનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે

કોરોના રોગચાળાનાં વધતા જતા ભય વચ્ચે એક રાહતના સમાચાર બહાર આવ્યા છે. એક ન્યૂઝ એજન્સીના અનુસાર મોદી સરકાર કોરોનાનવેક્સીનનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવી શકે છે. આ સંબંધમાં સામાન્ય બજેટમાં જાહેરાત કરવામાં આવી શકે છે. માનવામાં આવી રહ્યું ચેહ કે ફેબ્રુઆરીના અંત સુધી રસીકરણ પણ શરૂ થઇ શકે છે.
કેન્દ્ર સરકાર કોરોનાનાં વધતા જતા પ્રકોપથી ચિંતિત છે અને તેને નિયંત્રિત કરવા માટે તમામ શક્ય હોય તે પ્રયત્ન કરી રહી છે. આ ક્રમમાં વેક્સીન રસીકરણનો સંપૂર્ણ ઉઠાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સંબંધમાં સહેમતિ બની ગઇ છે અને બજેટમાં તેની જાહેરાત થઇ શકે છે.
સૂત્રોના અનુસાર સરકારે આ સંબંધમાં સંપૂર્ણ યોજના તૈયાર કરી લીધી છે. તેના અનુમાન અનુસાર દેશના એક નાગરિકને કોરોના વેક્સીન ડોઝ આપવા પર ૬-૭ ડોલર એટલે ૫૦૦ રૂપિયાથી વધુ ખર્ચ આવશે. એટલું જ નહી સરકારે ૧૩૦ કરોડ લોકોને કોરોના વેક્સીન આપવા માટે ૫૦૦ અરબ રૂપિયાનું બજેટ નક્કી કર્યું છે. આ બજેટની વ્યવસ્થા હાલના નાણાકીય વર્ષના અંતમાં કરવામાં આવશે. ત્યારબાદ વેક્સીન પુરી પાડવા માટે ફંડની અછત વર્તાશે નહી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે જ્યારે પણ કોરોનાની વેક્સીન આવશે, દેશના દરેક નાગરિકનું ટીકાકરણ કરવામાં આવશે, કોઇપણ તેનાથી બાકી નહી રહે. પીએમ મોદીએ કોરોનાનાં વધતા જતા કેસને લઇને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રીએ આરટી-પીસીઆર તપાસના સરેરાશ પર ભાર મુક્યો અને કહ્યું કે ઘરોમાં આઇસોલેશનમાં રહેતા દર્દીઓ પર સારી રીતે નજર રાખવી પડશે.
તાજેતરમાં ૮ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠકમાં પીએમ મોદીએ હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરની ક્લાસ લગાવી હતી. જોકે ખટ્ટર કોરોનાના આંકડા બતાવી રહ્યા હતા, જેના પર તેમને ટોકતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આંકડા પહેલાં જ આવી ચૂક્યા છે, તમારી પાસે શું પ્લાન છે? મોદીએ ખટ્ટરને પૂછ્યું હતું કે કોરોના વાયરસને રોકવા માટે તમે શું કરી રહ્યા છો અને આગળ શું કરશો. ત્યારબાદ ખટ્ટરે પોતાની યોજનાઓથી વાકેફ કર્યા.

Related posts

રાશનકાર્ડ મામલે મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય

editor

દેશનાં એટીએમ પૈકી અડધા માર્ચ ૨૦૧૯ સુધી બંધ થઇ શકે

aapnugujarat

सीएम केजरीवाल और उप मुख्यमंत्री को मानहानि केस में मिली जमानत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1