Aapnu Gujarat
રાષ્ટ્રીય

પુખ્ત વયની સ્ત્રી પસંદગીની વ્યક્તિ સાથે ક્યાંય પણ રહેવા માટે સ્વતંત્ર : દિલ્હી હાઇકોર્ટ

દિલ્હી હાઈકોર્ટે પોતાના એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું છે કે પુખ્ત વયની સ્ત્રી તેની પસંદગીની અન્ય કોઈની સાથે ક્યાંય પણ રહેવા માટે સ્વતંત્ર છે. હકીકતમાં, દિલ્હી હાઇકોર્ટમાં, એક મહિલાના પરિવારે તેમની પુત્રીને રજૂ કરવા માટે હેબિયસ કોર્પસ અરજી કરી હતી. કોર્ટે આ કેસની સુનાવણીમાં પોતાનો ચુકાદો આપ્યો છે.
યુવતીના પરિવારે દાવો કર્યો હતો કે તે ગાયબ થઈ ગઈ હતી. પરંતુ આ કિસ્સામાં, યુવતી પોતે કોર્ટ સમક્ષ હાજર થઈ અને તેણે કહ્યું કે તેણી પોતે પોતાનો પરિવાર અને ઘર છોડીને પોતાની મરજીથી ગઈ છે, અને હાલમાં લગ્ન કરીને એક વ્યક્તિ સાથે રહે છે. મહિલાએ પણ કલમ ૧૬૪ હેઠળ પોતાનું નિવેદન નોંધાવ્યું છે.
આવી સ્થિતિમાં, જ્યારે અદાલતને જાણવા મળ્યું કે યુવતી ગુમ થયેલ નથી, પરંતુ તેના પૂર્વજોનું ઘર છોડીને કોઇ વ્યક્તિ સાથે લગ્ન કરીને તેની સાથે રહે છે, તેણે આ કેસમાં પિટિશનને નિપટાવી દીધી છે. આ કેસની સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે કોઈ પણ પુખ્ત સ્ત્રી ગમે ત્યાં અને તેની પસંદગીની કોઇ પણ વ્યક્તિ સાથે રહેવા સ્વતંત્ર છે.
કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે શોધી કાઢ્યું કે આ યુવતીનો જન્મ વર્ષ ૨૦૦૦ માં થયો હતો. એટલે કે, તે લગભગ ૨૦ વર્ષની છે, અને તે પુખ્ત વયની છે. આવી સ્થિતિમાં, પરિવાર તેના પર પોતાનો કોઈપણ નિર્ણય લાદવા દબાણ કરી શકે નહીં.
પરિવાર દ્વારા દાખલ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આ યુવતી ૧૨ સપ્ટેમ્બરથી ઘરમાંથી ગુમ થઇ છે. અરજીમાં પરિવારે આશંકા વ્યક્ત કરી હતી કે એક છોકરો તેને સમજાવી-પટાવીને ભગાડી ગયો છે. જ્યારે કોર્ટે પોલીસને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો ત્યારે જાણવા મળ્યું કે જે છોકરા પર છોકરીનાં પરિવારના સભ્યોને શંકા વ્યક્ત કરી છે તે બંનેના લગ્ન થયાં છે. બંને પુખ્ત વયના યુગલે જાતે જ લગ્ન કર્યા છે અને યુવતીએ આ અંગે કબૂલાત ભર્યું નિવેદન પણ નોંધાવ્યું છે.

Related posts

महिला की सहमति के बिना कोई उसे छू नहीं सकता : कोर्ट

aapnugujarat

વીરભદ્રને ફટકો : એફઆઈઆર રદ કરવા માટે દિલ્હી હાઈકોર્ટે અરજી ફગાવાઈ

aapnugujarat

ભારતમાં હાલ ૭૫૫૦ માનવ રહિત રેલવે ક્રોસિંગ રહેલા છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1