Aapnu Gujarat
ગુજરાત

ડભોઈના પ્રાંત અધિકારી શિવાની ગોયલે ગાઈડલાઈનનું પાલન થાય છે કે નહીં તેની કરી સમીક્ષા

ડભોઇ મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધીકારી શિવાની ગોયલ સાથે મામલતદાર જે.એન.પટેલ, ચીફ ઓફીસર એસ.કે.ગરલવાલ સહિત પોલીસ અધીકારીઓ દ્વારા ડભોઇના બજારોમાં હાલ રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસાને પગલે સમીક્ષા કરવામાં આવી હતી. નગરજનો બજારોમાં સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરે, માસ્ક પહેરે, અને સમૂહમાં ભેગા ન થાય તેનું ધ્યાન રાખે તે માટે લોકોને સૂચના આપવામાં આવી હતી. હાલ સમગ્ર રાજ્યમાં કોરોના કહેર દિવસે દિવસે વધી રહ્યો છે ડભોઇ નગરમાં પણ ગત રોજ ૪ જેટલા કોરોનાના કેસ આવ્યાં હતાં, કુલ આંક ૭૭૮ને પાર કરી ગયો છે ત્યારે નગરમાં લોકો સરકારની ગાઈડ લાઇનનું પાલન કરે તે અનિવાર્ય છે. આજ રોજ ડભોઇ મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધીકારી શિવાની ગોયલ દ્વારા બજારોમાં ફરી લોકોને સરકારની ગાઈડ લાઇનનું પાલન કરવા સૂચના આપવામાં આવી હતી, સાથે સાથે મામલતદાર જે.એન.પટેલ, ચીફ ઑફિસ એસ.કે.ગરલવાલ અને પોલીસ અધિકારીઓ પણ બજારોમાં ફર્યાં હતાં જ્યારે પ્રાંતઅધિકારી શિવાની ગોયલ દ્વારા સરકાશની ગાઈડ લાઇનનું પાલન ન કરનારા સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવતી હોવા અંગે સમીક્ષા પણ કરી હતી. નગરમાં કેસો ન વધે તેની તકેદારના ભાગરૂપ નગરમાં અધિકારીઓ દ્વારા સરકાધની ગાઈડ લાઇનનું પાલન કરવામાં આવી રહ્યું છે. લગ્ન સત્કાર સમારંભમાં ૧૦૦ વ્યક્તિઓની જ મર્યાદા રહેશે.
(તસવીર / અહેવાલ :- વિકાસ ચતુર્વેદી, ડભોઈ)

Related posts

WREU और AIRF ने सरकार विरुद्ध खोला अपना मोर्चा, 6 जूलाई तक यथावत रहेगा आंदोलन

aapnugujarat

હિંમતનગરની મમતા વિકલાંગ સ્કૂલમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

aapnugujarat

બહેરામપુરામાં ૩૩ પશુઓનાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1