Aapnu Gujarat
રમતગમત

કોહલીની ગેરહાજરી ભારત માટે આઘાતજનક છે : ક્લાર્ક

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝ અત્યારે ક્રિકેટ જગતમાં સૌથી આકર્ષક સિરીઝ માનવામાં આવે છે. આ બંને દેશ રમતા હોય ત્યારે વાતાવરણ ભારત અને પાકિસ્તાન વચ્ચેની સિરીઝ જેવું બની જતું હોય છે. આ જ કારણે સિરીઝ શરૂ થતાં અગાઉ દાવા-પ્રતિદાવા પણ એટલા જ થતા હોય છે. બંને પક્ષે દિગ્ગજો વચ્ચે વાકયુદ્ધ પણ શરૂ થઈ જતું હોય છે. શુક્રવારથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે સિરીઝનો પ્રારંભ થશે પરંતુ માઇન્ડ ગેમ તો અત્યારથી જ શરૂ થઈ ગઈ છે.
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સુકાની માઇકલ ક્લાર્ક અને સ્ટિવ સ્મિથનું માનવું છે કે વિરાટ કોહલીની ગેરહાજરી ભારત માટે આઘાતજનક છે. માઇકલ ક્લાર્કે તો એટલે સુધી કહી દીધું છે કે જો કોહલી પહેલી ટેસ્ટમાં ટેમ્પો સેટ કરવામાં નિષ્ફળ રહ્યો તો આ સિરીઝમાં ભારતનો ૦-૪થી કારમો પરાજય થવાનો છે. પહેલી ટેસ્ટ બાદ કોહલી ભારત પરત ફરી જવાનો છે અને એ બાબત બાકીના ખેલાડીઓને ભારે પડી જવાની છે. ક્લાર્કે ઉમેર્યું હતું કે કોહલી વન-ડે અને ટી૨૦માં આગળ વધીને ટીમને લીડ કરશે પરંતુ આ બંને સિરીઝમાં તે ટીમને સારી શરૂઆત નહીં અપાવી શકે તો ભારતીય ટીમ ટેસ્ટ સિરીઝમાં એકતરફી રીતે હારી જશે અને તેનો સફાયો થઈ જવાનો છે.
મારું માનવું છે કે બધું જ પહેલી ટેસ્ટ પર આધાર રાખશે. આ મેચમાં વિરાટ કોહલી રમવાનો છે. એડિલેડ ટેસ્ટમાં કોહલી કે ભારતીય ટીમ કેવો દેખાવ કરે છે તેના પર આધાર છે ત્યાર બાદ તે પરત ફરી જનારો છે અને આ સંજોગોમાં બાકી રહેલી ત્રણ ટેસ્ટમાં પ્રવાસી ટીમને મુશ્કેલી પડી શકે તેમ છે તેમ માઇકલ ક્લાર્કે ઉમેર્યું હતું.

Related posts

श्रीलंका ने इंग्लैंड को 20 रनों से हराया

aapnugujarat

पाकिस्तान क्रिकेट टीम की मां नहीं हूं : सानिया

aapnugujarat

गांगुली को चुना गया BCCI अध्यक्ष : राजीव शुक्ला

aapnugujarat

Leave a Comment

UA-96247877-1