Aapnu Gujarat
રાષ્ટ્રીય

મોદી સરકારે લોકોની મદદ માટે શરૂ કરી સ્વનિધિ યોજના

કોરોના મહામારીના કારણે દુનિયા આખીના અર્થતંત્ર પર બ્રેક વાગી છે. જેની વિપરીત અસર ભારત પર પણ વર્તાઈ રહી છે. મોદી સરકારે કોરોના કાળમાં રોજગારી ગુમાવનારા લોકોની મદદ માટે સ્વનિધિ યોજનાની શરૂઆત કરી છે. કોરોના સંકટ વચ્ચે લોન્ચ પીએમ સ્વનિધિ યોજનાનો લાભ મોટા પાયે લોકો ઉઠાવી રહ્યાં છે. ૨ જુલાઇએ આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત ૨૫ લાખથી વધુ અરજીઓ મળી છે. જ્યારે ૧૨ લાખથી વધુ લોકોની અરજીઓ મંજૂર થઇ પણ ગઈ છે. ઉત્તર પ્રદેશમાં ૬.૫ લાખથી વધુ અરજીઓ મળી થઇ છે. તેમાંથી ૩.૨૭ લાખ અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં સ્વનિધિ યોજનાના લોન એગ્રીમેન્ટ માટે સ્ટેમ્પ ડ્યુટી માફ કરવામાં આવી છે.
કોરોના સંકટના કારણે મોટા ઉદ્યોગથી લઇને રોજીંદા મજૂરો સુધીના તમામ લોકોને અસર થઈ છે. જોકે ઉદ્યોગ-ધંધા ફરીથી શરૂ તો થઇ ગયા છે. લારી-ગલ્લા લગાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા લોકોને ફરીથી પોતાનો રોજગાર શરૂ કરવામાં મોદી સરકારે ભારે મદદ કરી છે. આ મદદથી તેમનો બિઝનેસ શરૂ નથી થઇ શક્યો છે. લોકડાઉનના કારણે પ્રભાવિત લારી-ગલ્લા વાળાઓને ફરીથી બિઝનેસ શરૂ કરવા માટે મોદી સરકાર સ્વનિધિ યોજના અંતર્ગત મૂડી આપી રહી છે. પીએમ સ્વનિધિ યોજના શરૂ થવાથી રસ્તા પર લારી લગાવીને પોતાનો વેપાર કરતા લોકો વચ્ચે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત લારી-ગલ્લા વાળાઓને ૧૦ હજાર રૂપિયાની લોન મળે છે. પીએમ મોદીનું કહેવુ છે કે આ યોજનાનો હેતુ ફક્ત લોન આપવાનો નથી. પરંતુ તેનાથી સ્ટ્રીટ વેન્ડર્સનો સમગ્ર વિકાસ અને આર્થિક ઉત્થાન છે.
મૂડીના અભાવે લારી-ગલ્લા ફરીથી શરૂ ન કરી શક્યા હોય તો ગેરેન્ટી વિના પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત ૧૦ હજાર રૂપિયાની લોન મેળવી શકો છો. તેના માટે તમે તમારી નજીકની બેન્કમાં જઇને આ યોજના અંતર્ગત ૧૦ હજાર રૂપિયા લઇને બિઝનેસ શરૂ કરી શકો છો. કોરોના સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત આ યોજનાની શરૂઆત કરી છે. આ યોજના અંતર્ગત ૫૦ લાખ લોકોને લોન આપવાનો ટાર્ગેટ હતો. સૌથી ખાસ વાત એ છે કે આ યોજના અંતર્ગત લોન લેવા માટે કોઇ ગેરેન્ટી આપવાની જરૂર નથી. લારી-ગલ્લા વાળાઓને આ લોન એક વર્ષમાં માસિક હપ્તા સાથે પરત ચુકવવાની છે. લોન સમયે ચુકવનાર લોકોને ૭ ટકા વાર્ષિક વ્યાજ સબસિડી પણ મળશે. સાથે જ ૧૨૦૦ રૂપિયા સુધીના કેશબેકની પણ સુવિધા છે.

Related posts

દલિતપ્રેમની રાજનીતિ ? : આરજેડી નેતા તેજસ્વી યાદવનો રવિશંકર પ્રસાદે આપ્યો જવાબ

aapnugujarat

રાહુલ ગાંધી છેલ્લા ૧૦ વર્ષમાં કર્ણાટકના ૩૦ જિલ્લા ધમરોળનારા તેઓ પ્રથમ કોંગ્રેસ અધ્યક્ષ બન્યા

aapnugujarat

आईआईटी में दाखिले का रास्ता साफ, काउंसिलिंग पर लगी रोक हटी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1