Aapnu Gujarat
રાષ્ટ્રીય

‘હું ભાજપની આઈટમ ગર્લ’ : આઝમ ખાન

ભારતીય સેના અને જવાનો વિશે આપત્તિજનક ટિપ્પણી કર્યા બાદ ભાજપે જે રીતે આઝમ ખાનને આડે હાથ લીધા તેના ઉપર સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને અજીબોગરીબ પ્રતિક્રિયા આપી છે. તેમણે પોતાને ભાજપની ‘આઈટમ ગર્લ’ ગણાવી દીધી. અત્રે જણાવવાનું કે આઝમ ખાનનો એક વીડિયો હાલમાં વાઈરલ થયો જેમાં તેઓ સુરક્ષાદળો પર મહિલાઓના રેપનો આરોપ લગાવતા જોવા મળ્યાં. આઝમ ખાને આજે કહ્યું કે હું ભાજપની આઈટમ ગર્લ છું. તેમની પાસે વાત કરવા માટે બીજી કોઈ વ્યક્તિ નથી. તેમણે તો મારી ઉપર ફોકસ કરીને ચૂંટણી પણ લડી છે.
અત્રે જણાવવાનું કે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ આવા વાહિયાત નિવેદનો આપનારા રાજનેતાઓનો બહિષ્કાર કરવાની વાત કરી હતી. જ્યારે પાર્ટીના જ એક અન્ય પ્રવક્તા જીવીએલ નરસિમ્હાએ કહ્યું હતું કે આઝમ ખાન અલગાવવાદીઓ અને આતંકવાદીઓની ભાષા બોલી રહ્યાં છે. નરસિમ્હાના જણાવ્યાં મુજબ સમાજવાદી પાર્ટી પોતે પોતાના નેતાઓને આવા નિવેદનો આપવા માટે ઉક્સાવી રહી છે. આ ઉપરાંત હરિયાણા સરકારના મંત્રી અનિલ વીજે પણ આઝમ ખાન પર તીખો પ્રહાર કર્યો હતો. અનિલ વીજે બુધવાર સાંજે ટિ્‌વટ કરીને કહ્યું કે આઝમ ખાન એટલું જરૂર યાદ રાખે કે હિન્દુસ્તાનમાં તમે એટલા માટે જીવતા છો કારણ કે સરહદો પર એ જ સેના ચોકીપ્હેરો કરી રહી છે જેને તમે અપમાનિત કરી રહ્યાં છો.

Related posts

लद्दाख के डेमचोक सेक्टर में चीन ने नहीं की है कोई घुसपैठ : बिपिन रावत

aapnugujarat

એશિયાટિક સિંહોની ગર્જના હવે મધ્યપ્રદેશમાં સંભળાશે

aapnugujarat

देश में कोरोना वायरस संक्रमण के 11 हजार नए केस

editor

Leave a Comment

UA-96247877-1