Aapnu Gujarat
ગુજરાત

મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના નામે કોલ કરીને સુરતની ફેશન ડિઝાઇનર સાથે ઓનલાઇન ઠગાઇ

સુરતના પાર્લેપોઇન્ટ વિસ્તારમાં રહેતી ફેશન ડિઝાઇનરને મુંબઇ-પૂણે ક્રાઇમ બ્રાન્ચના નામે કોલ કરી ઓનલાઇન ઠગાઇ કરાઇ હતી. કોલરે આ પરિણીતાને તમારું ફેસબુક એકાઉન્ટ બ્લોક કરી દેવાની અરજી મળી હોવાની વાત કર્યા બાદ વેરિફિકેશનના નામે એકાઉન્ટની વિગતો મેળવી લીધી હતી. એટલું જ નહી ંઅમે તેમને એક નંબર મોકલીએ છીએ એ તમે જણાવજો એમ કહી ઓટીપી જાણી લઇ તેણીના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરી રૃપિયા પડાવી લેવાયા હતાં.
ઉમરા પોલીસ મથકના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર પાર્લેપોઇન્ટ વિસ્તારમાં સરગમ શોપિંગ સેન્ટર પાસે રવિ કિરણ એપાર્ટમેન્ટમાં મુકેશભાઇ દાણી તેમના પરિવાર સાથે રહે છે. મુકેશભાઇની પત્ની હેવીન ફેશન ડિઝાઇનર છે. ગત ૨૩મી તારીખે તેણીના મોબાઇલ ઉપર અજાણ્યા વ્યક્તિનો કોલ આવ્યો હતો. કોલરે હું મુંબઇ-પૂણે ક્રાઇમ બ્રાન્ચમાંથી બોલું છું એમ કહી હેવીનને જણાવ્યું હતું કે તમારું ફેસબુક એકાઉન્ટ હેક કરવા અરજી મળી છે. આ ફરિયાદ પ્રમાણે એકાઉન્ટ બ્લોક કરવાનું છે એવું પણ કોલરે પૂછયું હતું. હેવીને ના પાડતાં કોલરે કહ્યું હતું કે તમારા એકાઉન્ટના વેરિફિકેશન માટે એક નંબર મોકલું છું એ આપે મને જણાવવો પડશે. આવી વાતો કરી હેવીન પાસે તેણીના ફેસબુક અને ઇન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટની માહિતી મેળવી લેવાઇ હતી. આ સાથે જ ઓટીપી પણ મેળવી લઇ હેવીનના આ બંને એકાઉન્ટ હેક કરી લેવાયા હતાં. ત્યારબાદ એ કોલરે એકાઉન્ટ ફરી એક્ટિવેટ કરાવવા માટે પૈસા માંગ્યા હતાં.
હેવીને તે આપવાની તૈયારી દાખવી તો કોલરે તેણીને એક નંબર આપ્યો હતો. આ નંબર ઉપર પેટીએમ વોલેટમાં ૭૪૦૦ રૃપિયા ટ્રાન્સફર કરવા કહેવાયું હતું. હેવીને કોલરના કહ્યા અનુસાર રૃપિયા ટ્રાન્સફર તો કર્યા પરંતું ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ એક્ટિવેટ થયા ન હતાં. તેણીએ આ અંગે વાત કરી તો કોલરે વધુ ૫૫૦૦ રૃપિયાની માંગણી કરી હતી. હેવીન દાણી પહેલાથી જ ૭૪૦૦ રૃપિયા ચૂકવ્યા હોવાથી આ મામલે પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ આપી હતી. ઇન્સ્પેક્ટર જી. એ. સરવૈયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Related posts

રામપરાથી ગોરખમઢીના બિસ્માર રસ્તા,તંત્રના આંખ આડા કાન

editor

जीरो वेस्ट सिटी प्लान का शहरों में अमल सिर्फ कागज पर रहा

aapnugujarat

ખેડૂતોના હિત માટે રવિવારી શાકમાર્કેટ શરૂ કરવા સૂચન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1