Aapnu Gujarat
રાષ્ટ્રીય

એશિયાટિક સિંહોની ગર્જના હવે મધ્યપ્રદેશમાં સંભળાશે

એશિયાટિક સિંહોની ડણક હવે મધ્યપ્રદેશમાં પણ સંભળાશે. ગુજરાતના સિંહોને મધ્યપ્રદેશના કુનો અભ્યારણ્યમાં મોકલવા અંગે ઉચ્ચ કક્ષાની બેઠક મળી હતી. આ બેઠકમાં વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાના નિષ્ણાંતો દ્વારા સિંહોના સ્થળાંતરનો સમગ્ર એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે.


આ ૧૦૦ પાનના વિસ્તૃત એકશન પ્લાનમાં ઝુના સિંહ પરિવારના સ્થળાંતરની ફોર્મ્યુલા ઘડવામાં આવી હતી.નિષ્ણાંતોના મતે ૫-૬ સિંહણને ટ્રાન્સફર કરવાનો અર્થ છે ૨૦ જેટલા સિંહબાળને પણ ટ્રાન્સફર કરવામાં આવશે. કેમ કે પોતાની માતા પર આધાર રાખતા આ બાળસિંહોને જૂદા પાડી શકાય નહીં અન્યથા તેમના જીવન પર જોખમ આવશે.
વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યુશન દ્વારા તૈયાર કરવામાં આવેલ એક્શન પ્લાન મુજબ ૮-૯ પુખ્તવયના સિંહ જેમાં ૫-૭ સિંહણ અને ૨-૩ સિંહનો સમાવેશ થાય છે તેમને પરિવાર સાથે મધ્યપ્રદેશ ટ્રાન્સફર કરવામાં આવશે. ઝુના સિંહ પરિવારના સ્થળાંતરની ફોર્મ્યુલા ઘડવામાં આવી છે. પાલતુ પ્રાણીઓથી ચેપ જેવી બાબતોની ચર્ચા કરવામાં આવી છે. પરિવહન, સ્થળાંતર પછીની પ્રતિક્રિયાની ચર્ચા ઉપરાંત મેટિંગ અને પર્યટકો માટે સુવિધા બાબતે પ્લાનિંગ કરવામાં આવ્યું છે.ગુજરાત સરકારના અધિકારીઓએ આ ટ્રાન્સફર પહેલા કુનો અભ્યારણ્યના ક્ષેત્રફળને ૩૪૫ સ્ક્વેર કિમીથી વધારીને ૭૦૦ સ્ક્વેર કિમી કરવા કહ્યું છે. કેમ કે સિંહને કુદરતી વાતાવરણમાં ઢળવા અને પોતાની શિકાર ટેરેટરી નક્કી કરવા માટે વિશાળ વિસ્તાર જોઈએ છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે એકવાર મધ્યપ્રદેશ આ શરતોને પૂર્ણ કરે તે પછી જ તેઓ સિંહોના ટ્રાન્સફરને મંજૂરી આપી

Related posts

गोरक्षा के नाम पर हत्या करना हिंदुत्व के खिलाफः शिवसेना

aapnugujarat

સરહદ ઉપર પાકિસ્તાનનો ફરીથી ભીષણ ગોળીબાર

aapnugujarat

મુંબઈમાં બિલ્ડરે ફ્લેટનું પઝેશન ન આપતા ઈન્વેસ્ટરે જીવ ટૂંકાવ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1