Aapnu Gujarat
Uncategorized

ભાવનગરમાં તરખાટ મચાવનાર ચીકલીકર ગેંગ ઝડપાઈ

ભાવનગર શહેરના દાદાનગર વિસ્તારમાંથી ભાવનગર એલસીબીએ કુખ્યાત ચીખલીકર ગેંગની મહિલા સહિત ચાર આરોપીઓને ઝડપી લઈ રોકડ, દાગીના, બાઈક તેમજ મોબાઈલ ફોન મળી કુલ કિંમત ૫,૫૪,૯૬૪નો મુદ્દામામલ કબજે કર્યો છે. પોલીસે ૩૩ ચોરીઓનો ભેદ ઉકેલ્યો છે. અશોક કુમાર નાયબ પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ગંભીરના પ્રકારના ચોરી અને ગુનાઓનો ભેદ ઉકેલાઈ પ્રજામાં પોલીસની કામગીરી પ્રત્યે વિશ્વાસ જળવાઈ રહે તેવી કામીગીરી કરવા આપેલ સૂચના અંગે ભાવનગર પોલીસે કામગીરી વધુ અસરકારક બનાવી શહેરમાં રાઉન્ડ ધ ક્લોક પ્રકારે પેટ્રોલિંગ શરૂ કર્યું હતું જેમાં શહેરી વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગમાં રહેલા એલસીબીના પીઆઈ ઓડેદરા, પોલીસ સબઈન્સ્પેક્ટર જાડેજા સહિતના કાફલાને પૂર્વ બાતમીના આદારે શહેરના દાદાનગર વિસ્તારમાંથી બે બાઈક પર સવાર મહિલા સહિત ત્રણ શખ્સોની શંકાના આધારે તલાશી લેતા તમામ પાસેથી રોકડ, દાગીના, મોબાઈલ સહિતની વસ્તુઓ મળી આવતા પૂછપરછ કરતા અને સરનામા માંગતા જેમાં રામસિંગ બાવરી, શ્યામસિંગ બાવરી, પ્રતાપસિંગ દુધાળી તમામ આખોલ જકાતનાકા રહેતા હોવાનું કહી પોતે જુદા જુદા સ્થળોએ ચોરી કરી કર્યાની કબુલાત આપતા એલસીબીએ તમામ વસ્તુ મળી કુલ ૫,૫૪,૯૬૪નો મુદ્દામાલ કબજે કરી આ ગેંગ ચીકલીકર ગેંગ હોવાનું ખૂલવા પામ્યું હતું. આ ગેંગ શહેરના જુદા જુદા બંધ મકાનને ટાર્ગેટ બાવી રાત્રિ દરમિયાન હથિયારો સાથે ત્રાટકી, તાળા તોડી બંધ મકાનોમાં પ્રવેશી ચોરીને અંજામ આપે છે. આ ટીમમાં ભાવનગર પોલી, લોકલ ક્રાઈમ બ્રાન્ચનો તમામ સ્ટાફ જોડાયો હતો.


(તસવીર / વિડિયો / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)

Related posts

સાસણ દેવળિયા સફારી પાર્કમાં સિંહોનો કર્મચારીઓ પર હુમલો

aapnugujarat

હિરણ નદીનો ધોધ રમણીય બન્યો

aapnugujarat

કપાસના યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતોમાં નારાજગી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1