Aapnu Gujarat
ટેકનોલોજી

મોબાઇલ ઇન્ટરનેટ સ્પીડમાં ભારત પાકિસ્તાન-નેપાળથી પણ પાછળ

ભલે દેશમાં ‘ડિજિટલ ઈન્ડિયા’ અભિયાને વેગ પકડ્યો હોય, પરંતુ મોબાઈલ ડેટાની સ્પીડ મામલે ભારત હજુ પણ ઘણું પાછળ છે. તાજેતરમાં ઓકલા તરફથી તૈયાર કરવામાં આવેલ સ્પીડટેસ્ટ ગ્લોબલ ઈન્ડેક્સમાં ભારત મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડમાં ૧૩૧માં ક્રમે છે. મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડ મામલે ભારત દક્ષિણ કોરિયા, શ્રીલંકા, નેપાળ અને પાકિસ્તાન જેવા દેશો કરતાં પણ પાછળ છે. ભારતમાં સરેરાશ મોબાઈલ ડાઉનલોડ સ્પીડ ૧૨.૦૭ એમબીપીએસ છે. જ્યારે વૈશ્વિક સરેરાશ ૩૫.૨૬ એમબીપીએસ છે. ફિક્સ્ડ બ્રૉડબેન્ડ સ્પીડ મામલે ભારતને ઈન્ડેક્સમાં ૭૦માં સ્થાન પર રાખવામાં આવ્યું છે. ગત રેન્કિંગની સરખામણીમાં ભારત બે ક્રમ ઉપર જરૂર આવ્યું છે. સિંગાપુરે ૧૭૫ દેશોની રેન્કિંગમાં ૨૨૬.૬૦ એમબીપીએસની સ્પીડ સાથે ઈન્ડેક્સમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ઓકલાના ગ્લોબલ ઈન્ડેક્સ મુજબ સરેરાશ મોબાઈલ ડેટા સ્પીડ મામલે દક્ષિણ કોરિયા પ્રથમ નંબર પર છે. પડોશી દેશ નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા અને ચીન જેવા દેશ ભારતની તુલનામાં મોબાઈલ ડેટા સ્પીડમાં ક્યાંય આગળ છે. મોબાઈલ અપલોડ સ્પીડની ગ્લોબલ એવરેજ સ્પીડ ૧૧.૨૨ એમબીપીએસ છે. જો કે ભારત આ મામલે ઘણું જ પાછળ છે અને સરેરાશ અપલોડ સ્પીડ ૪.૩૧ એમબીપીએસ છે. જણાવી દઈએ કે, સ્પીડટેસ્ટ ગ્લોબલ ઇન્ડેક્સ વિશ્વભરમાં ઈન્ટરનેટ સ્પીડનો ડેટા માસિક ધોરણ એકઠો કરે છે. વિશ્વભરમાં લાખો લોકો મોબાઈલનો ઉપયોગ કરે છે અને તેમના રિયલ ડેટાના આધાર પર સ્પીડ ટેસ્ટ તરફથી રેન્કિંગ તૈયાર કરવામાં આવે છે.

Related posts

ગૂગલે કન્નડ ભાષાને અભદ્ર ભાષા ગણાવ્યા બાદ માફી માંગી

editor

जेपीसी ने गूगल, पेटीएम से डेटा निजता और चीनी निवेश पर किए सवाल

editor

बाइटडांस ने ठुकराया माइक्रोसॉफ्ट का ऑफर

editor

Leave a Comment

UA-96247877-1