Aapnu Gujarat
રાષ્ટ્રીય

સરકારે હાફિઝ સઈદના બનેવી સહિત ૧૮ લોકોને યુએપીએ અંતર્ગત આતંકવાદી જાહેર કર્યા

ભારતમાં આતંકવાદને ખાત્મા માટે પ્રતિબદ્ધ કેન્દ્ર સરકારે આજે(૨૭ ઓક્ટોબર) યુપએપીએ અધિનિયમ ૧૯૬૭(૨૦૧૯માં સંશોધિત) હેઠળ વધુ ૧૮ લોકોને આતંકવાદી ઘોષિત કર્યા છે. મંગળવારે નામોની ઘોષણા કરીને ગૃહ મંત્રાલયે જણાવ્યુ કે કેન્દ્ર સરકાર આતંકવાદ સામે પોતાની ઝીરો ટોલરન્સ નીતિ પર સંપૂર્ણપણે અડગ છે. ગૃહ મંત્રાલયે જણાવ્યુ કે રાષ્ટ્રીય સુરક્ષને મજબૂત કરવા અને આતંકવાદને સહન ન કરવાની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરીને સરકારે યુએપીએ અધિનિયમ ૧૯૬૭(૨૦૧૯માં સંશોધિત)ની જોગવાઈઓ હેઠળ વધુ અઢાર વ્યક્તિને આતંકવાદી ઘોષિત કર્યા છે.
ગૃહ મંત્રાલય દ્વારા જારી આતંકવાદીઓની લિસ્ટમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી શામેલ છે. આમાં ૨૬/૧૧ મુંબઈ હુમલામાં આરોપી લશ્કરનો યૂસુફ મુજમ્મિલ, અબ્દુર રહેમાન મક્કી- લશ્કર ચીફ હાફિજ સઈદનો બનેવી, ૧૯૯૯માં કંધાર આઇસી-૮૧૪ અપહરણકર્તા યૂસુફ અઝહર, બૉમ્બે બ્લાસ્ટનો માસ્ટર માઈન્ડ ટાઈગર મેમણ સહિત અંડર વર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહીમની નજીક ગણાતો છોટા શકીલનુ નામ પણ શામેલ છે.
તમને જણાવી દઈએ કે આતંકવાદની કમર તોડવા માટે ગૃહમંત્રી અમિત શાહે ગેરકાયદે ગતિવિધિ(રોકથામ) સંશોધન બિલ, ૨૦૧૯ને ગયા વર્ષે જુલાઈમાં લોકસભામાં રજૂ કર્યુ હતુ. આ બિલને ૨૪ જુલાઈએ જ લોકસભામાંથી મંજૂરી મળી ગઈ હતી. તમને જણાવી દઈએ કે આ બિલ ગેરકાયદે ગતિવિધિ(રોકથામ) એક્ટ, ૧૯૬૭માં સુધારા બાદ પાસ થયુ હતુ. કેન્દ્રની મોદી સરકારે જૂના એક્ટમાં અમુક ફેરફાર કર્યા હતા જેથી આતંકી અને નક્સલવાદી ગતિવિધિઓ પર કાબુ અને ભારત વિરુદ્ધ થઈ રહેલી આતંકવાદી ગતિવિધિઓ સામે કડકાઈથી લડી શકાય.

Related posts

વિપક્ષો પહેલા વડાપ્રધાન પદ માટેનો ઉમેદવાર તો શોધે : ઉદ્ધવ

aapnugujarat

બીએચયુ હિંસા મામલે અંતે જ્યુડિશિયલ તપાસનો હુકમ

aapnugujarat

મોદી સરકાર રોજગાર માટે હાનિકારક છે : રાહુલ ગાંધી

editor

Leave a Comment

UA-96247877-1