Aapnu Gujarat
શિક્ષણ

શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના આચાર્ય ઘનશ્યામ બારૈયાનો વિદાય સમારંભ યોજાયો

વય મર્યાદાના કારણે નિવૃત થતા શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં માધ્યમિક વિભાગમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા આચાર્ય ઘનશ્યામ બારૈયા વયમર્યાદાના કારણે નિવૃત થતા સંસ્થાના જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીના અધ્યક્ષસ્થાને ૨૬/૧૦/૨૦૨૦ સોમવારનાં રોજ અભિવાદન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાથી કર્મચારીઓ દ્વારા ચાંદીની લગડી આપી અભિવાદન કરવામાં આવ્યું હતું. સંસ્થા તરફથી શાલ અને પ્રમાણપત્ર અર્પણ કરી ઘનશ્યામભાઈ તેમજ તેમના પરિવારનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઘનશ્યામ બારૈયાએ સન્માનનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે શાળામાં આચાર્ય તરીકે નેત્રહીન બાળકો પાસેથી મને ઘણું શીખવાની તક મળી છે. શાળાના ટ્રસ્ટીઓ અને દરેક કર્મચારીઓએ મારા સેવાકાળ દરમિયાન મને ખુબ પ્રેમ આપી મારા કાર્યમાં સહયોગ કર્યો છે. આ પ્રસંગે અનંત કે. શાહ, કિર્તી શાહ, મહેશ પાઠક વગેરે મહાનુભાવોએ પ્રેરક પ્રવચનો કર્યા હતા. ટ્રસ્ટી પંકજ ત્રિવેદી, નીલા સોનાણી, હર્ષકાંત રાખશીયા, ધીરુભાઈ ધંધુકિયા, મહાસુખભાઈ ઝક્ડીયા, પારસ શાહ તેમજ બારૈયા પરિવારના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અધ્યક્ષ સ્થાનેથી લાભુભાઈ સોનાણીએ ઘનશ્યામભાઈ બારૈયાની સેવાઓને બિરદાવી હતી.
(તસવીર / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)

Related posts

स्कूलों में आरटीई के तहत प्रवेश कार्रवाई में तारीख पर तारीख

aapnugujarat

વિવિધ શિક્ષણમાં ૬૬૬ કરોડના કામોની ભેટ

aapnugujarat

गुजरात यूनि. कैम्पस में NSUI के कार्यकर्ता ABVP के कार्यकर्ता को मारने आये थे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1